ETV Bharat / bharat

મકાનમાલિકો સ્થળાંતર કરતાં મજૂરોના ઘર ખાલી કરાવી શકશે નહી : સરકાર - લોકડાઉન

સમસ્ત દેશમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નોકરી-ધંધો અને રોજગાર બંધ થઇ જતાં અને પૈસા ખૂટી જતાં તથા કોઇપણ જાતના વાહનવ્યવહારના અભાવે પગે ચાલીને પોતાના વતન તરફ હજારોની સંખ્યામાં વિવિધ હાઇવે ઉપર જઇ રહેલા મજૂરોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બહાર પડાયેલા સૂચનો (એડવાઇઝરી)માં કહેવામાં આવ્યું હતું કે હાલની લોકડાઉનની સ્થિતિમાં કોઇપણ નોકરીદાતા તે મજૂરોને નોકરીમાંથી કાઢી શકશે નહીં અને કોઇપણ મકાનમાલિક તેઓના ઘર ખાલી કરાવી શકશે નહીં.

મકાનમાલિકો સ્થળાંતર કરતાં મજૂરોના ઘર ખાલી કરાવી શકશે નહી : સરકાર

author img

By

Published : Apr 3, 2020, 8:44 PM IST

નવી દિલ્હી : આ મજૂરોને લોકડાઉન દરમ્યાન પોતાના કામ-ધંધાના સ્થળોએ જ રોકાઇ જવાની અપીલ કરતાં સરકારે બહાર પાડેલા સૂચનોમાં કહ્યું હતું કે તેઓને તેઓના નોકરીદાતા નોકરીમાંથી નહી કાઢી મૂકે અને તેઓના મકાનમાલિકો ઘરો ખાલી કરાવી શકશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલી એડવાઇઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે સંખ્યાબંધ મજૂરો તેઓના વતનમાં પહોંચી ગયા છે અથવા તો વતન તરફ આગળ વધી રહ્યા છે તેથી તેઓ હાલ ક્યાં છે તેના આધારે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. બસ સ્ટેશન અથવા તો રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ જો મોટી સંખ્યામાં મજૂરો એકઠાં થયા હશે એવા કિસ્સામાં એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લાનું વહીવટીતંત્ર એક ટીમ નિયુક્ત કરશે જેમાં ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઓફિસર અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓને સમાવવાના રહેશે. આ ટીમ મજૂરોનું થર્મલ સ્ક્રિનિંગ પણ કરશે.

એવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જો કોઇ વ્યક્તિને તાવ અથવા તો કોવિડ-19 સંબંધી કોઇપણ લક્ષણો જણાશે તો તેઓને આઇસોલેશનમાં મોકલી દેવા અને તેઓના ટેસ્ટિંગ માટે કોવિડ-19ની સારવાર માટે નિયુક્ત હોસ્પિટલોમાં મોકલી દેવાના રહેશે.

જે લોકોમાં આ પ્રકારના કોઇપણ લક્ષણ કે ચિહ્નો જોવા નહીં મળે તેઓને પણ કેટલું જોખમ બાકી રહ્યું તે નક્કી કરવા નિરિક્ષણ હેઠળ રખાશે અને જે લોકોને આ પ્રકારના લક્ષણો સાથે અન્ય રોગની તકલીફ હશે તેઓને કોરન્ટાઇનમાં ખસેડવામાં આવશે જ્યારે બાકીના લોકોને 14 દિવસ માટે તેઓના ઘરોમાં જ પૂરાઇ રહેવાનું રહેશે.

બીજા કિસ્સામાં જ્યાં મજૂરો હજુ પણ રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હશે તો કોરન્ટાઇન સેન્ટરો ઉભા કરવામાં આવશે. જે તે કોરન્ટાઇન સેન્ટરોમાં મોકલાવામાં આવેલા મજૂરોનો રેકોર્ડ જાળવવાનો રહેશે. જે લોકોને કોરન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા હશે તેઓમાં કોવિડ-19ના કોઇપણ ચિહ્નો છે કે નહીં તેની ચકાસણી કરવા મેડિકલ ટીમ દ્વારા દરરોજ તેઓનું ચેકઅપ કરવામાં આવશે, અને પહેલાં કિસ્સામાં જો કોઇને આ વાઇરસના લક્ષણો જણાશે તો તેઓને નિયુક્ત હોસ્પિટલોમાં મોકલી દેવામાં આવશે. જો કોઇ વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવશે તો તેના તમામ સંપર્કોને અલગ પાડી દેવામાં આવશે અને આઇસીએમઆર દ્વારા બહાર પડાયેલા માર્ગનિર્દેશિકા અનુસાર તેઓના ટેસ્ટ કરવામાં આવશે. જે મજૂરો પોતાના વતનમાં પહોંચી ગયા હશે એવા કિસ્સામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેઓને શોધી કાઢવામાં આવશે અને આઇડીએસપીની ટીમ તેઓના સ્થાનિક રહેઠાણ અંગે ઇન્ટરવ્યૂહ લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.