આ બાબતે યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, કુમારસ્વામી સરકારથી જનતા કંટાળી ગઈ હતી, આ લોકતંત્રની જીત છે. હવે કર્ણાટક વાસીએ BJP સરકાર આવવાથી વિકાસનો અનુભવ કરશે.
શું થયું ફ્લોર ટેસ્ટમાં ?
વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ કુમારે જાહેર કર્યું હતું કે, 99 વિધાનસભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યા છે, જ્યારે 105 સભ્યોએ વિરુદ્ધ મત આપ્યા છે. આ રીતે આ પ્રસ્તાવ રદ થયો છે. કુમારસ્વામીએ પોતાનું રાજીનામું ગવર્નરને સોંપી દીધું છે. રાજ્યપાલે તેમના રાજીનામાનો સ્વીકારી પણ કરી લીધો છે.
બે વખત CM બનવા છતા કાર્યકાળ પૂરો ન કરી શક્યા
એચ.ડી કુમારસ્વામીની કિસ્મતે ફરીથી એક વાર તેમનો સાથ નથી આપ્યો. એક વાર ફરીથી તેઓ CM તરીકેનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. આ પહેલા તેઓ 21 મહિના સુધી રાજ્યના મુખ્યપ્રધાન હતા અને આ વખતે ફક્ત 14 મહિનામાં જ તેમની સરકાર પડી ગઈ છે. વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં કોંગ્રેસ-જે.ડી.એસ સરકારના પતન પછી આખરે કુમારસ્વામીએ મંગળવારે મોડીવાર સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના કારણે 1 જુલાઈથી કર્ણાટક સરકાર પર રાજકીય સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા.
કયા ધારાસભ્યોને કારણે પડી સરકાર
- ઉમેશ કામતલ્લી
- બીસી પાટિલ
- રમેશ જારકિહોલી
- શિવારામ હેબ્બર
- એચ વિશ્વનાથ
- ગોપાલૈયા
- બી બસ્વરાજ
- નારાયણ ગૌડા
- મુનિરત્ના
- એસ.ટી.સોમાશેખરા
- પ્રતાપ ગૌડા પાટિલ
- મુનિરત્ના
- આનંદ સિંહ
બીજી તરફ કોંગ્રેસના બરખાસ્ત થયેલા ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપી દીધું હતું. 10 જૂનના રોજ કે.સુધાકર અને એમ.ટીબી નાગરાજે પણ રાજીનામા આપ્યા હતા. બે અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારથી સમર્થન પાછુ ખેંચી લીધુ હતું.