શ્રીનગરઃ શ્રીનગરમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણ થતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન શ્રીનગરમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે હિસંક અથડામણ શરૂ થઈ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, શહેરના જૂનિમાર વિસ્તારમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે સંદર્ભે રવિવારે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, અમે તપાસ કરી રહ્યાં હતા તે દરમિયાન આતંકવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો હતો. જેથી જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કર્યું હતું. તે દરમિયાન ત્રણ આતંકી ઠાર મરાયા હતા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
મોબાઈલ ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
અધિકારીઓના જણાવ્યાનુસાર, આતંકી અથડાણ દરમિયાન લોકહિતને ધ્યાનમાં રાખીને શહેરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. તેમજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.