ETV Bharat / bharat

#HappyWomensDay : ક્રિષ્નામલ જગનનાથન, ગાંધીજી અને વિનોબા ભાવે સાથે મળીને સામંતવાદની લડત આપનારી મહિલા - WOMENS DAY SPECIAL

ગાંધીજીના સિધ્ધાંતોથી પ્રભાવિત થઇને લડત આપીને તામીલનાડુમાં નેતાગીરી લઇને લડત આપનાર ક્રિષ્નામલ એક અગ્રણી નેતા હતા. તેમણે ભારતના દક્ષિણ રાજ્યોમાં જમીન વિહોળા અને ગરીબ લોકોના ઉત્થાન માટે અથાક પુરૂર્ષાર્થ કર્યો હતો. ક્રિષ્નામલ જગનનાથ તાલીમનાડુમાં દલિત કુટુંબમા જન્મ્યા હતા. જો કે તે સમયે પિતૃસત્તાવાદી સમાજ વ્યવસ્થા તેમની વિરોધમાં ચલાવતા હતા. પણ ક્રિષ્નામલ સામંતવાદને ખતમ કરીને સમાનવાદી દેશ બનાવવાની લડત લડતા હતા.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 8, 2020, 7:20 PM IST

ગાંધીજીના સિધ્ધાંતોથી પ્રભાવિત થઇને તેમણે તામીલનાડુમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે થાક્યા વિના જમીન વિહોણા અને ગરીબ લોકો માટે કામ કર્યુ.

મહિલા કે જે ગાંધીજી અને ભાવેની સમાંતર લડત આપી

પહેલાનું જીવન

ક્રિષ્નામલ તામીલનાડુના ડીંગીગુલ જીલ્લામાં જમીન વિહોણા દલીત કુટુંબમાં 1926માં જનમ્યા હતા. તેમણે તેના પિતાની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી હતી. જો કે સઘર્ષ કરીને તેમણે પોતાની સ્નાતકની ડીગ્રી મદુરાઇની અમેરિકન કોલેજમાંથી લીધી.

આઝાદીની ચળવળ અને સામાજીક કામમાં આગળ વધ્યા

તે નાનપણથી જાતીના ભેદભાવ, ગરીબી , અન્યાયના સાક્ષી રહ્યા હતા અને જે તેમની પેઢી સતત સહન કર્યુ હતુ. જેથી જગનનાથન સામાજીક સુધારણા કામ તરફ વળ્યા. તેમનો કડવો અનુભવ અન્યાયનો હતો કે જ્યારે તેમની માતા ગર્ભવતી હોવા છંતાય, ખુબ જ આકરી મહેનત કરતા હતા. તેમની માતાની આ સ્થિતિને જોઇને તેમને સામાજીક સમાનતા અંગે કામ કરવાની પ્રેરણા મળી.

તેમનો અભ્યાસપૂર્ણ કર્યા બાદ તેમણે ગાંધીજીની સર્વોદય ચળવળમાં ભાગ લીધો. જ્યાં તેમને મહાત્મા ગાંધીજીની મળવાની તક મળી. તેમની સાથે તેમના પતિ શંકરાલીંગમ પણ સામાજીક કામમાં જોડાયેલા હતા.

તેમણે તેમના પતિ સાથે મળીને અસહયોગનું આંદોલન, સામાજીક અસહકાર અને ભારત છોડો જેવા આંદોલનમાં આગેવાન લીધી.

જમીનની પુનઃવહેચણી

પછી વિનોબા ભાવેના ગ્રામદાન ચળવળ જોડાઇને તેમણે જમીનની પુનઃવહેચણી અંગની ચળવળમાં ભાગ લીધો. જગનનાથ સફળતા પૂર્વક 40 લાખ એકર જેટલી જમીન જમીનવિહોણા ગરીબ લોકોને ભુદાન ચળવળમાં અપાવી , જે વિનોબાભાવે એ 1951માં પોચાપલ્લી ગામમાં શરૂ કરેલી ચળવળ હેઠળ અપાવી. હાલ પોચાપલ્લી ગામ તેલંગાનામાં સમાવિષ્ઠ છે.

વર્ષ 1968માં તામીલનાડુના કિઝાવેન્મની ગામમાં એક સાથે 44 દલિત મહિલાઓ અને બાળકોનીને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ તેમણે દક્ષિણના રાજ્યોમં તેમની કામગીરીનું કાર્યક્ષેત્ર બનાવીને જમીનને લગતા મુદ્દાઓ પર લડત શરૂ કરી.

તેમણે 1981માં તેમના પતિ સાથે મળીને એલએએફટીઆઇ મુવમેન્ટ શરૂ કરી અને જમીન વિહોણા લોકોને જમીનઅપાવવાથી માંડીને તેમને યોગ્ય ભાવે જમીન મળે તે કામગીરી કરી. તે ચળવળ ખુબ જ સફળ થઇ હતી અને તેમણે અંદાજે 13000 પરિવારોમે 13000 એકર જમીન અપાવી.

એવોર્ડ અને સન્માન

ક્રિષ્નામલને સમાજમાં તેમના ખુબ જ મોટા યોગદન માટે અનેક એવોર્ડ મળ્યા. જેમાં તેમને 1987માં સ્વામી પ્રણવનંદા શાંતી એવોર્ડ, જમનાલાલ બજાજ એવોર્ડ, 1989 માં પદ્મશ્રી, અહિસંક ચળવળ માટે 1996માં ભગવાન મહાવીર એવોર્ડ, 1999માં સ્વીઝરલેન્ડમાં સમીટ ફાઉન્ડેશન એવોર્ડ, 2008માં યુનિવર્સીટીમાં ઓફ સીટેલ દ્વારા ઓપસ પ્રાઇઝ અને 2020માં પદ્મ ભુષણની પદવી એનાયત કરવામાં આવી. આ ઉપરાંત, અન્ય એક એવોર્ડ મળ્યા હતા.

94 વર્ષ થયા હોવા છતાંય, તેમણે સામાજીક સુધારણા માટે લડત ચાલુ રાખી છે અને હવે તેમની ઇચ્છા છે કે 2019ના વાવાઝોડા સમયે મકા વિહોણા થયેલા 5000 પરિવારો માટે મકાન બનાવવા અને રાજયમાં મહિલાઓ દ્વારા વેચાણ દારૂના વેચાણ ને બંધ કરાવવુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.