રાજીવ કુમાર શારદા ચીટ અને અન્ય કૌભાંડોના કેસમાં તપાસની SITના અધ્યક્ષ હતા. રાજીવ કુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલની પૂછતાછના સમયે દિલ્હી, ભોપાલ અને લખનઉ એકમના 10 અધિકારીઓ મોકલ્યાં છે. આ કૌભાંડ 40 હજાર કરોડનું કહેવામાં આવે છે. જેમાં 10 લાખ લોકોએ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જ્યારે કોઇના પૈસા મળ્યા નહીં, તો મીડિયામાં ન્યૂઝ આવવા લાગી ગયાં હતાં. જેમાં કેટલાક રાજકીય પાર્ટીઓ અને નેતાઓ સામસામે આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ કેસમાં પી ચિદંબરમમા પત્ની નલિની ચિદંબરમ પર આરોપ લાગ્યો છે. આરોપ લાગ્યો છે કે, સુદીપ્તો સેનની સાથે મળીને વર્ષ 2010થી 2012ની વચ્ચે 1.4 કરોડ રૂપિયા લઇ આવ્યાં હતાં. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા અને રોઝ વેલી ચીટફંડ કૌભાંડની તપાસ માટે બનાવેલી SITના પ્રમુખ રહી ચૂક્યા છે. આરોપ લગાવ્યો છે કે, રાજીવ કુમારે તપાસને પ્રભાવિત કરી અને પુરાવા સાથે છેડછાડ કરી હતી. રોજ વૈલી પોંજી યોજના કૌભાંડનો ખુલાસો 2013માં થયો હતો. જેના ચેયરમેન ગૌતમ કુંડૂ હતા. જે ગ્રુપે 27 કંપનીઓ શરૂ કરી હતી.
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી 3 ફેબ્રુઆરીએ ધરણા પર બેઠા હતા, જ્યારે તેમણે જાણવા મળ્યું કે, કોલકાતા પોલીસ કમિશ્નરની CBIએ ધરપકડ કરી શકે છે, પરંતુ CBIએ જણાવ્યું કે તે માત્ર પૂછપરછ કરવા માગે છે. બે મહિના પછી લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દરેક પક્ષો તેમાં રાજનીતિ કરવા માગે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની માત્ર બે જ સીટ છે. પંચાયતની ચૂંટણીમાં CPMએ વધારે વોટ મેળવ્યાં હતાં. મમતા અને તેની પાર્ટીને ભાજપની સફળતાને નકામું કહ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપને અહીં સફળતા મળશે નહીં.