ETV Bharat / bharat

નવસારીમાં કોળી ઉમેદવાર ઊભો રાખવામાં આવે, કુંવરજી બાવળીયાની હૈયાધારણ

સુરત: નવસારી લોકસભા બેઠકને લઈ કોળી સમાજ દ્વારા કોળી ઉમેદવારની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા અને હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય કુંવરજી બાવલીયા સુરત ખાતે આવ્યા હતા. કુંવરજી બાવલિયાએ જણાવ્યું કે, કોળી સમાજની માંગણીને ભાજપ હાઈકમાન્ડ સુધી ચોક્કસથી પહોંચાડીશ.

author img

By

Published : Mar 17, 2019, 3:08 PM IST

સ્પોટ ફોટો

સુરત ખાતે કોળી સમાજ દ્વારા યુવક યુવતીઓના પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ કોળી સમાજના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ખાસ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી નજીક આવતા ખાસ ગુજરાતની નવસારી બેઠક પર ઉમેદવાર કોળી પટેલ હોય એવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંના લોકોએ આ માંગ રાખી હતી કે, નવસારી લોકસભામાં કોળી સમાજનો ઉમેદવાર ઊભો કરવામાં આવે. આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી તેઓ વલસાડ, નવસારી અને ઓલપાડના વિસ્તારોમાં સમાજના લોકો સાથે બેઠક કરી તેમની માંગણી જાણી રહ્યા છે. તેમની વ્યાજબી માંગણી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠક પર કોળી સમાજના લોકોની સંખ્યા વધારે છે, અને ધારાસભ્યો સહિત અન્ય લોકોની માંગણી તેઓએ સાંભળી છે. કોળી સમાજના લોકો હંમેશાથી ભાજપ તરફી મતદાન કરતા આવ્યા છે. બાવલિયાએ હાર્દિક વિશે જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાવાના કારણે હાર્દિકથી પાટીદાર સમાજ નારાજ છે. હાર્દિકના જોડાયા બાદ કોંગ્રેસે જે આશા રાખી છે. તે પૂર્ણ થશે નહીં. હાર્દિકે આંદોલનની શરૂઆત સમાજના હિત માટે કરી હતી, પરંતુ કોંગ્રેસમાં જોડાવાથી સમાજના લોકો તેનાથી નારાજ થઈ ગયા છે.

R_GJ_05_SUR_17MAR_5_KUVARJI_SAMAJ_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : નવસારી લોકસભા બેઠકને લઈ કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે ઉમેદવાર કોળી સમાજનો હોય.. આ વચ્ચે ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા અને હાલ કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય  કુંવરજી બાવલીયા સુરત ખાતે આવ્યા હતા..કુંવરજી બાવલિયાએ જણાવ્યું કે,કોળી સમાજ ની  માંગણી તેવો ભાજપ હાઈકમાન્ડ સુધી ચોક્કસથી પહોંચાડશે...જ્યારે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે આવનાર દિવસોમાં કોંગ્રેસ થી વધુ ધારાસભ્ય ભાજપમાં જોડાશે એ સાથે હાર્દિક ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે હાર્દિક ના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને કશો ફેર પડશે નહીં...

સુરત ખાતે કોળી સમાજ દ્વારા યુવક યુવતીઓનો પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ..જેમાં અખિલ કોળી સમાજ ના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ ખાસ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી નજીક આવતા ખાસ ગુજરાતના નવસારી બેઠક પર ઉમેદવાર કોળી પટેલ હોય એવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સાથે ઠેરઠેર કોળી સમાજના ઉમેદવાર હોય આ અંગે બેનર પણ લગાવવામાં આવ્યા છે...આ વચ્ચે જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંના લોકોએ માંગ રાખી હતી કે નવસારી લોકસભા માં કોળી સમાજ ના ઉમેદવાર ઊભો કરવામાં આવે... આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેઓ વલસાડ નવસારી અને ઓલપાડના વિસ્તારોમાં સમાજના લોકો સાથે બેઠક કરી તેમની માંગણી જાણી રહ્યા છે... તેમની વ્યાજબી માંગણી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક ઉપર કોળી સમાજના લોકોની સંખ્યા વધારે છે અને ધારાસભ્યો સહિત અન્ય લોકોની માંગણી તેઓએ સાંભળીછે..કોળી સમાજના લોકો હંમેશાથી ભાજપ તરફી મતદાન કરતા આવ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કાઉન્ટ-ડાઉન શરૂ થતા જ એક બાદ એક ત્રણ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જે અંગે ભાજપના કુંવરજી બાવલિયાએ મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ જણાવ્યું છે કે આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી વધુ ધારાસભ્યો ભાજપ માં જોડાશે.. ઉપેક્ષા અને કામ ન થવાના કારણે લોકોના રોષ ઝીલી રહેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવનાર દિવસોમાં સમય-સમય પર આવી ઘટના જોવા મળશે

બાવલિયાએ હાર્દિક વિશે જણાવ્યું  છે કે કોંગ્રેસમાં જોડાવા ના કારણે હાર્દિક થી પાટીદાર સમાજ નારાજ છે.હાર્દિક ના જોડાવા પછી કોંગ્રેસે જે આશા રાખી છે તે પૂર્ણ થશે નહીં. હાર્દિકે આંદોલનની શરૂઆત સમાજ ના હિત માટે કરી હતી પરંતુ કોંગ્રેસમાં જોડાવાથી સમાજના લોકો તેનાથી નારાજ થઈ ગયા છે..

બાઈટ : કુંવરજી બાવલિયા( કેબિનેટ મંત્રી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.