ચંદ્રયાન-2ની પ્રક્રિયા
1. GSLV માર્ક-3: 640 ટનનો વજન ધરાવતું આ સ્પેસક્રાફ્ટ, જેમાં ત્રણ સ્ટેજ એન્જીન છે.
ચંદ્રયાન-2ને ઇસરોના બાહુબલી તરીકે ઓળખવામાં આવતા રૉકેટ એવા GSLV માર્ક-3 દ્વારા મોકલવામાં આવશે. આ રૉકેટ 43x43 મીટરની લંબાઇ ધરાવે છે. તો બાહુબલી રૉકેટનું વજન 640 કિલોગ્રામનું છે. આ બાહુબલી સાથે 3877 કિલોગ્રામ ધરાવતા મોડ્યુઅલ પણ મોકલવામાં આવશે. આ એક થ્રી સ્ટેજ રૉકેટ છે. જેના પહેલા સ્ટેજમાં ઘન ઇંધણ પર કામ કરે છે. તો આમા લગાવવામાં આવેલી બે મોટર પ્રવાહી ઇંધણ પર કામ કરશે, જ્યારે ત્રીજુ ઇન્જીન ક્રાયોજેનિક છે.
2. ઑર્બિટર: વજન 2,379 કિલોગ્રામ
ચંદ્રયાન-2 નું પહેલું મૉડ્યુલ ઑર્બિટર છે. આ મોડ્યુઅલનું કામ ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરવાનું છે. આ પૃથ્વી અને લેન્ડર (વિક્રમ) વચ્ચે કમ્યુનિકેશનનું કામ પણ કરે છે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા બાદ આ એક વર્ષ સુધી ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરશે. ઑર્બિટર ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટર ઉપર ભ્રમણ કરશે. આ સાથે 8 પેલોડ પણ મોકલવામાં આવી રહ્યાં છે. જે અલગ-અલગ કામ કરશે.
ઑર્બિટરના કાર્યો
- ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવામાં આવશે. જેથી ચંદ્રની અસ્તિત્વ અને તેના વિકાસ અંગેની માહિતીનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી શકાશે.
- મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકૉન, કેલ્શિયન, ટાઇટેનિયમ, આયરન અને સોડિયમની ઉપસ્થિતી છે કે કેમ તેની તપાસ કરશે.
- સુર્યની કિરણોમાં રહેલા સોલર રેડિએશનની તિવ્રતાની માપવાનું કામ કરશે.
- ચંદ્રની સપાટીની હાઇ રેઝોલ્યુશન ફોટો્સ ક્લિક કરશે.
- ચંદ્રની સપાટી પર રહેલી ખડકો અને ખાડાઓનું વિશ્લેષણ કરશે જેથી લેન્ડરની સ્મુથ લેન્ડીંગ કરી શકાય.
- ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પાણીની ઉપસ્થિતી અને ખનિજોની શોધ કરશે.
- ધ્રુવીય વિસ્તારોમાં રહેલા ખાડાઓમાં વર્ફના રૂપે જામેલા પાણીની શોધ કરશે.
- આ સાથે જ ચંદ્રના બાહરી આવરણને પણ સ્કેન કરવાનું કામ કરશે.
3. લેન્ડર "વિક્રમ": વજન 1,471 કિલોગ્રામ
ઇસરોનું આ પહેલું મિશન છે. જેમાં લેન્ડરને પણ મોકલવામાં આવી રહ્યું છે. આ લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા એવા વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યું છે. આ વિક્રમ નામક લેન્ડર જ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડીંગ કરશે. સૉફ્ટ લેન્ડીંગ એટલે કે કોઇપણ નુકશાન વિના લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડરની સાથે 3 પેડોલ પણ મોકલાવામાં આવી રહ્યાં છે. જેનું કાર્ય ચંદ્રની સપાટી પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી, તાપમાનમાં થનારા ઉતાર ચડાવ તથા તળીયાની નીચે થનારી હલનચલન ( ભૂકંપ) , સ્પીડ, તથા તિવ્રતાની માહિતી મેળવવાનું કામ કરશે.
4. રોવર "પ્રજ્ઞાન": વજન 27 કિલોગ્રામ
લેન્ડરની અંદર જ રોવર (પ્રજ્ઞાન) રહેશે. જે 1 સેન્ટીમીટર/સેકન્ડની ઝડપથી લેન્ડરની બહાર નિકળશે, જેને સંપુર્ણ પણે બહાર નિકળવામાં 4 કલાક જેટલો સમય લાગશે. આ રોવર (પ્રજ્ઞાન) બહાર આવ્યા બાદ ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી ચાલશે. આ રોવર ચંદ્ર પર 1 દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ કામ કરશે. જેની સાથે 2 પેડોલ પણ મોકલાવામાં આવશે. જેનું કાર્ય લેન્ડીંગ સાઇટ પાસે રહેલા તત્વોની ઉપસ્થિતી અને ચંદ્રની સપાટીનું ભૌતિક બંધારણ જેમ કે ચંદ્રની સપાટી પર રહેલી ખડકો અને માટીનું મુળભુત બંધારણની માહિતી મેળવવાનું હશે. પેલોડ દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતી લેન્ડરને મોકલશે, જે બાદ લેન્ડર આ તમામ ડેટા ઇસરોને મોકલશે.