ETV Bharat / bharat

પવિત્ર શ્રાવણ માસમાં કરો વિવિધ શિવાલયોના દર્શન... - નર્મદેશ્વર મહાદેવ

ન્યૂઝ ડેસ્કઃ ભોળાનાથની આરાધનાનો પર્વ એટલે શ્રાવણ માસ. પાવન શ્રાવણ માસમાં મહાદેવને રિઝાવવા ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં શિવાલયોમાં ઉમટે છે. આ સાથે જ દરેક શિવાલયોનું મહત્વ પણ અલગ-અલગ અને અનેરૂં હોય છે. તો ચાલો આજે તમને કરાવીએ 4 સ્થળોના શિવાલયોના દર્શન...

શ્રાવણ માસમાં શિવાલયોના દર્શન
author img

By

Published : Aug 5, 2019, 7:03 AM IST

પ્રથમ વાત કરીએ નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે આવેલા શુલપાણેશ્વર મહાદેવની. અહીં શ્રાવણ માસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. મૂળ શુલ્પાનેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયું હતું. જે બાદ વર્ષ 1994થી ગોરા પાસેના આ નવ નિર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ ભક્તો પણ આવે છે અને ભોળાનાથ ભક્તોની તમામ મનોકામનાને પૂર્ણ કરે છે.

પવિત્ર શ્રાવણ માસમાં કરો અલગ-અલગ શિવાલયોના દર્શન

આ ઉપરાંત આજે આપણે જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવની પણ વાત કરવાના છીએ. જૂનાગઢમાં શિવની આરાધના વિશેષ પ્રકારે જોવા મળે છે. એકમાત્ર મૂર્તિ સ્વરૂપ તેમજ શિવની સાથે માતા પાર્વતીના પણ એક સાથે દર્શન કરાવતા સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ વાસીઓની અખુટ અને અતુટ શ્રદ્ધા છે. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપમાં તેમના ભક્તોને દર્શન આપીને ભક્તોની ધન્યતામાં અનેક ગણો વધારો કરે છે.

આ તરફ દાહોદમાં આવેલું નર્મદેશ્વર મહાદેવનું પણ અનોખું મહત્વ છે. બ્રિટિશ સમય દરમ્યાન દાહોદના પરેલ વિસ્તારમાં અંગ્રેજ અફસર દ્વારા બનાવાયેલ સનાતન હિન્દુ દેવાલયમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્યાણકારી હોવાને લીધે અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. આ હિન્દુ દેવાલય 1933માં મેજર સર હેનરી ફ્રીલેન્ડએ બનાવ્યું હતું. આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં ભક્તો અનેક માનતાઓ માને છે અને તે મહાદેવ પૂર્ણ કરે છે.

ભાવનગરથી 24 કિમીના અંતરે અંતરે પડધલીયા મહાદેવનું પોરાણિક મંદિર છે. પડધલીયા મહાદેવનું શિવલીંગ જમીનમાં ૨૦ ફૂટથી વધારે ઊંડાઈ પર છે. ગોહિલવાડના વિસ્તારોમાં ઘોઘાના હાથબ ગામે આવેલા પડધલીયા મહાદેવનું મંદિર મંદિર અનેરો ઈતિહાસ ધરાવે છે. અહીંનું શિવલીંગ મહાભારતકાળનું પૌરાણિક શિવલીંગ માનવામાં આવે છે. અહીં દર્શનાર્થ માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

Intro:Body:

પવિત્ર શ્રાવણ માસમાં કરો અલગ-અલગ શિવાલયોના દર્શન...

ન્યૂઝ ડેસ્કઃ ભોળાનાથની આરાધનાનો પર્વ એટલે શ્રાવણ માસ. પાવન શ્રાવણ માસમાં મહાદેવને રિઝાવવા ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં શિવાલયોમાં ઉમટે છે. આ સાથે જ દરેક શિવાલયોનું મહત્વ પણ અલગ- અલગ અને અનેરૂં હોય છે. તો ચાલો આજે તમને કરાવીએ 4 સ્થળોના શિવાલયોના દર્શન...

પ્રથમ વાત કરીએ નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે આવેલા શુલપાણેશ્વર મહાદેવની. અહીં શ્રાવણ માસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.મૂળ શુલ્પાનેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયું હતું. જે બાદ વર્ષ 1994થી ગોરા પાસેના આ નવ નીર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભક્તો પણ આવે છે અને ભોળાનાથ ભક્તોની તમામ મનોકામનાને પૂર્ણ કરે છે. 

આ ઉપરાંત આજે આપણે જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવની પણ વાત કરવાના છીએ. જૂનાગઢમાં શિવની આરાધના વિશેષ પ્રકારે જોવા મળે છે. એકમાત્ર મૂર્તિ સ્વરૂપ તેમજ શિવની સાથે પાર્વતીના પણ એક સાથે દર્શન કરાવતા સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ વાસીઓની અખુટ અને અતુટ શ્રદ્ધા છે. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપમાં તેમના ભક્તોને દર્શન આપીને ભક્તોની ધન્યતામાં અનેક ગણો વધારો કરે છે.

આ તરફ દાહોદમાં આવેલું નર્મદેશ્વર મહાદેવનું પણ અનોખું મહત્વ છે. બ્રિટિશ સમય દરમ્યાન દાહોદના પરેલ વિસ્તારમાં અંગ્રેજ અફસર દ્વારા બનાવાયેલ સનાતન હિન્દુ દેવાલયમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્યાણકારી હોવાને લીધે અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. આ હિન્દુ દેવાલય 1933માં મેજર સર હેનરી ફ્રીલેન્ડએ બનાવ્યું હતું. આ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં ભક્તો અનેક માનતાઓ માને છે અને તે મહાદેવ પૂર્ણ કરે છે. 

ભાવનગરથી 24 કિમીના અંતરે અંતરે પડધલીયા મહાદેવનું પોરાણિક મંદિર છે. પડધલીયા મહાદેવનું શિવલીંગ જમીનમાં ૨૦ ફૂટથી વધારે ઊંડાઈ પર છે.ગોહિલવાડના વિસ્તારોમાં ધોધાના હાથબ ગામે આવેલા પડધલીયા મહાદેવનું મંદિર મંદિર અનેરો ઈતિહાસ ધરાવે છે. અહીંનું શિવલીંગ મહાભારતકાળનું પૌરાણિક શિવલીંગ માનવામાં આવે છે. અહીં દર્શનાર્થ માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.