ETV Bharat / bharat

ખેત પેદાશોના પરિવહન માટે ખેડૂતોને મદદ કરશે 'કિસાન રથ' એપ્લિકેશન - FPO સંગ્રહ કેન્દ્ર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે "કિસાન રથ" નામની એક એપ શરૂ કરી છે. આ એપ દ્વારા ખેડૂતોને કૃષિ અને બાગાયત પેદાશોના વાહન પરિવહનની શોધ કરવામાં મદદ મળશે.

'Kisan Rath' app to help farmers transport their farm produce
ખેત પેદાશોના પરિવહન માટે મદદ કરશે 'કિસાન રથ' એપ્લિકેશન
author img

By

Published : Apr 18, 2020, 11:41 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કૃષિ અને બાગાયતી પેદાશોના પ્રાથમિક અને માધ્યમિક પરિવહન માટે વાહનોની શોધમાં ખેડૂતો અને વેપારીઓને સુવિધા આપવા ખેડૂતને અનુકૂળ મોબાઈલ એપ્લિકેશન કિસાન રથ શુક્રવારે શરૂ કરી હતી.

પ્રાથમિક પરિવહનમાં ખેતરથી અનાજની બજારો, FPO સંગ્રહ કેન્દ્ર અને વેરહાઉસ વગેરેની ગતિવિધિઓ શામેલ હશે. માધ્યમિક પરિવહનમાં અનાજ બજારોથી આંતર-રાજ્ય અને આંતર-રાજ્ય મંડળીઓ, પ્રોસેસિંગ એકમો, રેલવે સ્ટેશન, વેરહાઉસ અને જથ્થાબંધ વેપારીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

તોમરે જણાવ્યું કે, જ્યારે દેશ કોરોના વાઈરસ અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ 'કિસાન રથ' એપ્લિકેશન આપણા ખેડુતો, FPO અને દેશના સહકારી મંડળને હેરફેર કરવા માટે યોગ્ય પરિવહન સુવિધા શોધવા માટેની પસંદગી કરી શકે છે. તેમની કૃષિ પેદાશો ફાર્મ ગેટથી બજારો સુધી પહોંચાડવામાં આવશે.

આ એપ્લિકેશન, અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, તેલીબિયાં, મસાલા, ફાઈબર પાક, ફૂલો, વાંસ, નાના જંગલ પેદાશો, નાળિયેર, વગેરે જેવા ખાદ્ય અનાજથી માંડીને ખેતપેદાશોની અવરજવર માટે યોગ્ય પરિવહનના માર્ગને ખેડૂતો અને વેપારીઓને સુવિધા આપશે.

રેફ્રિજરેટેડ વાહનો દ્વારા હેરફેર ચીજવસ્તુઓના પરિવહનમાં પણ આ એપ્લિકેશન વેપારીઓને સુવિધા આપે છે. કન્સાઇનર્સ, ખેડૂત, FPO, ખરીદનાર, વેપારી વગેરે આ એપ્લિકેશન પર પરિવહન માટેની આવશ્યક માહિતી મૂકે છે. આ મોબાઇલ એપ્લિકેશન શરૂઆતમાં એન્ડ્રોઈડ વર્ઝનમાં 8 ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ કિશાન રથ એપલિકેશનનો ભારતભરમાં ઉપયોગ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.