ઈન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરના નામે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સામેલ કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના એક દિવસે 8 લાખ 35 હજાર 917 લોકોએ ખજરાના ગણેશના દર્શન કર્યા હતા. જે બાદ આ વર્લ્ડ રેકોર્ડ ખજરાના ગણેશ મંદિરને આપવામાં આવ્યો હતો.
આ રેકોર્ડ માટે ખજરાના ગણેશ મંદિરમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી. અહીં દર્શનાર્થે આવતા લોકોની ગણતરી કરવા મશીન લગાવવામાં આવ્યા હતા. મોડી રાતથી આ ભીડની રેકોર્ડિંગ ચાલુ કરી દેવામાં આવ્યુ હતું. લોકો પાર્ટીઓ છોડી ખજરાના ગણેશ મંદિરમાં નવા વર્ષને આવકારવા મંદિરે દર્શન કરવા આવે છે.
આ સમય દરમિયાન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે જ લંડન વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સની ટીમને અગાઉથી માહિતી આપવામાં આવી હતી કે, ખજરાણા ગણેશની મૂર્તિ ખુદ પ્રગટ થઈ છે.
અહલ્યાદેવીના સમયે આ મંદિરનું મહત્વ એવું માનવામાં આવે છે કે, લોકો કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં આ મંદિરમાં પહોંચે છે. ઘણી વખત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પણ ખજરાના ગણેશના દર્શન કરવા આવે છે.
ઈન્દોરના ખજરના ગણેશ મંદિરે સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવવા માટે મંદિરે એક પહેલ કરી છે. મંદિરમાં ચઢાવવામાં આવતા ફુલ અને અન્ય સામગ્રી માંથી ખાતર બનાવશે. મંદિર ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરે છે.