કોચ્ચી: NIA ની વિશેષ કોર્ટે સોમવારે કેરળ સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે NIA દ્વારા રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્વપ્ના સુરેશની જામીન અરજી નામંજૂર કરી હતી.100 કરોડથી વધુના સોનાની દાણચોરી કરવામાં મહિલાની કથિત ભૂમિકા અંગે રાજદ્વારી ચેનલ દ્વારા ગયા વર્ષે નવેમ્બરથી તપાસ એજન્સી દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
NIA એ જામીન અરજીનો સખત વિરોધ કરતા કહ્યું કે, આ કેસમાં સંપૂર્ણ તપાસની જરૂર છે. NIA એ જણાવ્યું હતું કે, પ્રથમ હકીકતનો પુરાવો એ છે કે , આરોપીએ જાણી જોઈને કૃત્ય કર્યું હતું જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમની કલમ 15 નું ઉલ્લંઘન છે.
સ્વપ્ના સુરેશે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, તેઓને માત્ર શંકાના આધારે આ ગુનામાં ફસાવામાં આવી છે. આ મામલો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેની રાજકીય દુશ્મનાવટ છે, જેને મીડિયાએ પ્રકાશિત કરી છે.