તિરુવનંતપુરમઃ કોરોના વાઇરસ મહામારીના સંકટની વચ્ચે સોમવારે વડા પ્રધાન મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં લૉકડાઉન પર આગળની રણનીતિને લઇને ચર્ચા થવાની હતી. પરંતુ આ મહાબેઠકમાં કેરળના મુખ્ય પ્રધાન પિનરઇ વિજયન સામેલ થયા ન હતા. તેમના વતી રાજ્યના ચીફ સેક્રેટરી આ બેઠકમાં ભાગ લીધો હતો.
જ્યારે તેમને આને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો કેરળના મુખ્ય પ્રધાનના કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેના નિવેદનમાં જણાવ્યું કે, અમને કહેવામાં આવ્યું હતું કે, ગત્ત બંને બેઠક ખૂબ જ મહત્વની છે, કારણ કે, કોરોનાને રોકવા માટે વિચાર કરવાનો છે. પરંતુ આ વખતે અમને કહેવામાં આવ્યું હતું કે, નોર્થ ઇસ્ટ અને અન્ય રાજ્યો પર ફોકસ રહેશે.
મુખ્ય પ્રધાનના કાર્યાલયે કહ્યું કે, તેથી જ કેરળના મુખ્ય પ્રધાને આ બેઠકમાં ભાગ લેવો અનિવાર્ય લાગ્યું ન હતું. જેથી કેરળના ચીફ સેક્રેટરીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. વધુમાં તમને જણાવીએ તો કેરળમાં ગત્ત દિવસોમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નોંધાયો છે.
સ્વાસ્થય મંત્રાલય અનુસાર કેરળમાં સોમવાર સુધીમાં 458 કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. એમાં પણ મહત્વનું છે કે, 300થી વધુ લોકો કોરોના વાઇરસને માત આપી ચૂક્યા છે.