ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે સાંજે 6 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઘણા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.
આદિત્ય ઠાકરેએ રૂબરૂ પહોંચી સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને નિમંત્રણ આપ્યું હતું.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. મળતી માહિતી મુજબ કેટલાક અંગત કારણોસર કેજરીવાલ ઉદ્ધવ ઠાકરેનાં શપથ ગ્રહણમાં હાજરી આપી શકશે નહીં.