નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. જવાબમાં કેજરીવાલે પણ વળતો પ્રહાર કર્યો હતો.
નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે, શરજીલે આસામને દેશમાંથી અલગ કરવાની વાત કરી હતી. આ ગંભીર છે, તમે દેશના ગૃહ પ્રધાન છો. તમારૂ આ નિવેદન નિમ્ન કક્ષાની રાજનિતિ દર્શાવે છે. તમારો ધર્મ છે કે, તમારે તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. શરજીલે બે દિવસ અગાઉ આ વાત કહી હતી. છતાં તમે તેની ધરપકડ કેમ નથી કરતા. તમારી એવી તો કઈ મજબૂરી છે, કે પછી તમને માત્ર ગંદી રાજનીતિ કરવામાં જ રસ છે.
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીનાં રિઠાલા વિસ્તારમાં સોમવારે ગૃહ પ્રધાન અમિત શાહે જાહેર સભાનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. ગૃહપ્રધાને CAA વિશે કહ્યું કે, તમે બે દિવસથી શરજીલ ઇમામનો વીડિયો જોઈ રહ્યા છો. આ વ્યક્તિએ ભારતને કાપી નાખવાની વાત કરી છે.