હૈદરાબાદઃ તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ એ વિજ સુધારણા બિલ પરત ખેંચવા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે આ બિલ લોકોના હિતમાં નથી અને રાજ્ય આનો ઉપયોગ પણ કરી શકે તેમ નથી.
મુખ્યપ્રધાને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં, તેમણે વિદ્યુત અધિનિયમ (અધિનિયમ સંશોધન બિલ 2020) અંગે રાજ્યની ગંભીર ચિંતાઓ વિશે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ વિજ બિલથી રાજ્યના વિજ સંગઠનની વ્યવસ્થા પર સીધો પ્રભાવ પડશે.
કે સી આરએ વધુમાં કહ્યું હતું કે, વીજળી અધિનિયમ, 2003 માં સૂચિત સુધારાઓની કામગીરી પર સીધી અસર પડશે.