હૈદરાબાદઃ કોવિડ-19 ફેલાવાને રોકવા માટે અસરકારક પગલાં અમલમાં મૂકવા તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે અધિકારીઓને હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
મુખ્યપ્રધાને આરોગ્યપ્રધાન ઈ.રાજેનદ્ર અને કોવિડ-19ના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. લોકડાઉનનો સંપૂર્ણપણે અમલ કરાવવા આદેશ આપ્યો હતો. આંધ્રપ્રદેશના ગુંટુર અને કુરનુલ જે તેલંગણાની સરહદે આવેલા છે, ત્યાં ખાસ તકેદારી રાખવા કહ્યું હતું. હૈદરાબાદ અને તેના આસપાસના જિલ્લાઓને બાદ કરતાં સ્થિતિ નિયંત્રણમાં છે.
મુખ્યપ્રધાને કહ્યું હતું કે, કોવિડ-19ના કેસ હૈદરાબાદ, મેડચલ, રંગારેડ્ડી અને વિકરાબાદમાં નોંધાયા છે, તે છતાં અધિકારીઓએ હૈદરાબાદ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વધારે જરુર છે. પોલીસ, આઈએએસ અને આરોગ્ય કર્મચારીને સ્પેશ્યિલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
વધુમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના ગુંટુર અને કુરનુલ કોવિડ-19નો ફેલાવો વધી રહ્યો છે. તેલંગણામાં 1096 પોઝિટિવ કેસ નોંધાયા છે, 628 ડિસ્ચાર્જ થયા છે અને 29ના મોત નિપજ્યાં છે.