શ્રીનગરઃ ભારતમાં 15મી માર્ચે આવેલી મેડીકલ સ્ટુડન્ટ અન્સબ નબી કહે છે કે “ જેસલમેરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તે સતત અશાંતિ મહેસુસ કરુ છું. અમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મુકવામાં આવ્યા હતા. અને 20 દિવસથી વધારે દિવસ પસાર થઇ ગયા છ. કોઇ અમને કઇ કહેતુ નથી અને જાણે અમે દુનિયાથી અલગ જ થઇ ગયા છીએ.”
તે માને છે કે હાલ તેમનો સમય લંબાઇ શકે છે કે કારણ કે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પહેલા સતાવાળાઓએ લોકોને અલગ અલગ કર્યા નહોતા.
ઇટીવી ભારત સાથે જેસલમેરથી ફોન પર વાત કરતા જણાવ્યુ કે “અમે માત્ર અહીયા વિદ્યાર્થીઓ જ નથી પણ સાથે ઇરાનના યાત્રાળુઓ પણ છે. તે પૈકી કેટલાંકને પોઝીટીવ રિપોર્ટ પણ આવ્યા છે.”
તેણે એમ પણ ઉમેર્યુ કે અહીયા 20 લોકો માટે જમવાની એક જ જગ્યા અને માત્ર બે વોશરૂમ થછે. અને એક હોલમાં રાખવામાં આવ્યા છે.
તેણે કહ્યુ કે “ તે એક માત્ર વિદ્યાર્થી નથી કે જેમને જેસલમેરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. રાજસ્થાનના જેસલમેર અને જોધપુર ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 250થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘરે જવા માટે રાહ જોઇ રહ્યા છે. રાજસ્થાન સરકારના ડેટા મુજબ જેસલમેર ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 170 કાશ્મીરીઓ છે, જે પૈકી 100થી વધુ ઇરાનથી આવેલા વિદ્યાર્થીઓ છે.”
ભારત સરકારે 14 માર્ચ પછી 300 જેટલા વિદ્યાર્થીઓને અલગ કર્યા હતા અને સાવચેતીના પગલા રૂપે તેમને તબીબી દેખરેખ હેઠળ જેસલમેરના ખાલી કરાયેલા આર્મી વેલનેસ સેન્ટરમાં 14 દિવસ માટે અલગ રાખવામાં આવ્યા હતા. વૈશ્વિક રીતે ફાટી નીકળેલા નોવેલ કોરોના વાયરસ પછી અસરગ્રસ્ત દેશોમાં ઇરાન પણ સમાવિષ્ઠ થાય છે. જ્યાં આ રોગચાળાને કારણે ત્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
જો કે વિદ્યાર્થીઓ ચિંતિત છે કે તે ઇરાનમાં ફાટી નીકળેલા રોગચાળાથી બચ્યા છે. પણ અહીયા વિવિધ સંવેદનશીલ સુવિદ્યાઓને કારણે તેમજ વિવિધ જુથોને કારણે ચિંતામાં મુકાયા છે..
“અમે યાત્રાળુઓ ઇરાનથી દિલ્હી પહોચ્યા અને જ્યાંથી અમને જેસલમેર લઇ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને અલગ રખાયા નહોતા અને અમને બધાને એકસાથે રાખવામાં આવ્યા હતા. અમે બધા જાણતા હતા યાત્રાળુઓ સીધા ક્વોમથી આવ્યા વાયરસ હોવની સંભાવના હતી. અને અમને અલગ રાખવા માટે અધિકારીઓને રજૂઆત કરી હતી પણ કોઇએ અમારી વાત સાંભળી નહોતી. ” તેમ અન્ય મેડીકલ વિદ્યાર્થી અબ્દુલ રઉફે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતુ..
એક બ્લોકમાં પરિક્ષણ કરાયુ હતુ જેમાં મહારાષ્ટ્રના છ લોકો પોઝીટીવ હતા. જેના કારણે અમારો ભય વધ્યો છે. અધિકારીઓએ અમને એમ જણાવ્યુ હતુ કે 14 દિવસમાં કોઇ પોઝીટીવ કેસ આવશે તો તે બ્લોકને અલગ કરી દેવામાં આવશે અને તેમને અલગ રહેવુ પડશે. પણ હવે તે નવા નિયમો અમારા લાદી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે હજુ પણ વધારે રહેવુ પડશે પણ અમે ક્યારે ઘરે પરત જઇશુ તે પણ જણાવવુ જોઇએ તેમ પણ અબ્દુલે ઉમેર્યુ .
જ્યારે ઇટીવી ભારતે રાજસ્થાનમાં ક્વોરેન્ટાઇન સેન્ટરથી કાશ્મીરી વિદ્યાર્થીઓને પરત કરવામાં વિલંબ અંગે જમ્મુ કાશ્મીર પ્રશાસનને પુછ્યુ ત્યારે અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ દેશવ્યાપી લોકડાઉનને કારણે આ વિલંબ થયો છે અને લોકડાઉનના કારણે આતંરરાજ્યોની મુસાફરી પણ અટકાવી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર પ્રશાસનના અધિકારીએ એમ પણ જણાવ્યુ કે “ અમે રાજસ્થાન સરકારના વહીવટી વિભાગ સાથે સંપર્કમાં છીએ અને જ્યાં સુધી મામલે કોઇ નક્કર ઉકેલ ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે તેમ છે. જે લોકોના ક્વોરેન્ટાઇનનો સમયગાળો પૂર્ણ થઇ ગયો છે. તેમને પરત લાવવા માટે અમે સંભવિક પગલા ભરી રહ્યા છીએ.”
તેમણે એમ પણ કહ્યુ કે “જમ્મુ કાશ્મીરના લોકોએ ધીરજ રાખવી જોઇએ અને વહીવટી તંત્રને થોડો સમય સહકાર આપવો જોઇએ, અમે અમારા સૌથી શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ.”
આમ જ્યારે વહીવટી તંત્ર ખોટી ચિંતા કર્યા વિના આ મામલો ઝડપથી ઉકેલવાનો દાવો કરી રહ્યું છે તો જેસલમેર સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને કાશ્મીરમાં રહેતા તેમના પરિવારજનો કોવિડ-19 રોગચાળાને લઇને ચિંતામાં મુકાયા છે.