લખનઉઃ 12 માર્ચે રાજધાની લખનઉમાં સંબંધીઓની મુલાકાત લેવા આવેલા 67 જેટલા કાશ્મીરી લોકડાઉનને કારણે ફસાયા હતા. ફક્ત 8 દિવસ માટે રાજધાની આવેલા આ કાશ્મીરીઓને અહીં 2 મહિનાથી વધુ સમય પસાર કરવો પડ્યો હતો.
કાશ્મીરથી આવેલા રાજા હુસેને ઇટીવી ભારત સાથે વાત કરતા કહ્યું કે, તેમના પરિવારમાં 19 લોકો છે, જે આજે ખૂબ જ ખુશ છે. કારણ કે 2 મહિનાની મુશ્કેલીઓ પછી તે પોતાના શહેર પરત ફરી રહ્યાં છે.
રાજા હુસેને કહ્યું કે, અમે છેલ્લા 2 મહિનાથી દરગાહ હઝરત અબ્બાસ રુસ્તમ નગરમાં પરિવાર સાથે રહ્યાં હતા. અમે 28 માર્ચે પાછા જવાના હતા, પરંતુ લોકડાઉનને કારણે 8 દિવસ 2 મહિનામાં ફેરવાઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે જ્યારે અમે અમારા ઘરે પાછા જઈશું અને ખુશીથી ઈદની ઉજવણી કરીશું. પોતાના ઘરે પરત ફરીને ગુલશન અખ્તરે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ખુદાનો આભાર માનતાં કહ્યું કે, આજે તેમના પ્રયત્નોથી અમે ઘરે સલામત રીતે જઇ રહ્યા છીએ અને ત્યાં ઈદ મનાવીશું.