શ્રીનગરઃ સઘંર્ષ અને કટોકટી અમુક મહત્વપૂર્ણ ક્ષેત્રમાં નોંધપાત્ર નડતર ઉભુ કરે છે. જેમ કે સમુદાયનું ભવિષ્ય, સામાજીક મૂલ્યો, જાહેર આરોગ્યની પ્રણાલીઓ અને અન્ય ક્ષેત્રો કે સમુદાયના ભવિષ્યને વધુ સારુ બનાવવામાં મહત્વની ભૂમિકામાં હોય છે. માનવતાવાદની કટોકટી હોય ત્યારે વિશ્વાસની ખોટ ત્યારે શંકા કે સંશયવાદને આદર્શ રીતે પાછળ લઇ લેવા જોઇએ. પણ કાશ્મીર સંદર્ભમાં આવુ નથી..
ઘણીવાર શાસન વ્યવસ્થામાં અવિશ્વાસ અને શ્રધ્ધાનો અભાવ સમાજની ખામીઓને દૂર કરવામાં અવરોધક બની જાય છે.. આ સંદર્ભમાં કાશ્મીર એક વિશેષ ઉદાહરણ છે. જેમાં કોવિડ-19ને કારણે 60 લાખની વસ્તી વિશ્વના અન્ય દેશોની માફક સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે.
કાશ્મીરના દશ જિલ્લાના ઘણા વિસ્તારોને ભૌગોલિક નિયંત્રણ હેઠળ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. દેશના અન્ય રાજ્યોની માફક આ નિયંત્રણો લાદવાનો હેતુ એ છે કે કોવિડ-19 મહામારી અન્ય વિસ્તારોમાં ન પ્રવેશ અને તે જે વિસ્તારમાં હોય ત્યાંથી જ તેને રોકી શકાય જેથી લોકલ ટ્રાન્સમીશનની સાંકળને તોડી શકાય. આ કન્ટેઇનમેન્ટ વિસ્તાર પાંચ કિલોમીટરની ત્રિજ્યાના બફરઝોનમાં છે અથવા ઓછા જોખમવાળા વિસ્તારના છે.
રેડ ઝોનના જોખમી ભૌગોલિક ક્ષેત્રોમાં કેવી રીતે રહેવુ તતે અંગે સૂચિત માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે. કોઇ વ્યક્તિ અંદર ન આવે કે બહાર ન જઇ શકે તે માટે સિમેન્ટના બેરિકેટ મુકીને રેડ ઝોનને અલગ રાખવામાં આવ્યા છે.. પહેલાના સમયમાં રક્તપિત્તના દર્દીઓની વસાહતમાં જે રીતે પ્રવેશ અને બહાર જવાના રસ્તા સંપૂર્ણ બંધ કરવામાં આવતા હતા તે રીતે જ આ બંધ કરાયા છે.
સોશિયલ મિડીયામાં શેર કરાયેલી કાશ્મીરની રેડ ઝોનની તસ્વીરો ખરેખર જોખમને દર્શાવે છે. જાણે કે આખી તે ચોક્કસ વિસ્તારની તમામ વસ્તી કોવિડ-19થી સંક્રમિત થઇ ગઇ હોય. પણ આ એટલા માટે મોટાભાગના લોકો માટે કરવામાં આવે છે કે જેથી આ રોગ પડોશી વિસ્તારમાં ન ફેલાય. વાહનોની અવરજવરને રોકવા માટે રસ્તાઓને ખોદીને મોટા પથ્થરો મુકી દેવામાં આવ્યા છે. જે અંગે કાશ્મીરના લોકોએ કેટલાંક સવાલો ઉભા કર્યા છે.
સંબધિત વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ ઝોનને લોકોને મોટા કાવતરાની માફક જુએ છે. વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવામાં આવ્યા બાદ હવે લોકડાઉન અને કરફયુ લદાયેલો છે.
હાલના મોટાભાગના રેડ ઝોન અગાઉના રાજકીય રેડ ઝોન ગણાતા હતા. કે જ્યાં શેરીઓમાં વિરોધ પ્રદર્શન થતા હતા અને બાદમાં હિંસાને રોકવા માટે મોટાપાયે લશ્કરનો ઉપયોગ કરીને આ વિસ્તારોને અન્ય વિસ્તારોથી અલગ કરી દેવામાં આવતા હતા.
શ્રીનગરના ડાઉન ટાઉનમાં સ્થિતિ ચિંતાજનક હતી. કાશ્મીરમાં સરકાર જે સારુ કરવા માટે પ્રયત્ન કરે છે. તેમાં હમેશા પરેશાની આવી છે. એલઇડી બલ્બના વિતરણ માટેની સરકારની યોજનાને પણ લોકો જાસુસીના સાધનના વિતરણની યોજના તરીકે જોવા લાગ્યા હતા. એલઇડી બલ્બ સબસીડી પર વહેચવામાં આવતા હતા તે પણ લોકો શેરીઓમાં ફેંકી દેતા હતા. કારણ કે તે એવુ માનતા હતા કે બલ્બમાં તેમના પર જાસૂસી કરવા માટે એક ચીપ લગાવવામાં આવી છે.
370ની કલમ રદ થયા પછી શંકા, ડર, અવિશ્વાસનું સ્તર મોટાપ્રમાણમાં વિસ્તર્યુ છે. તે હાલમાં તેના કારણે તકરાર વધી રહી છે.
આ શંકા દુનિયાના આ ભાગમાં રહેતા લોકો માટે નવી બાબત નથી પણ તે લોકડાઉનના અમલને અલગ રીતે જુએ છે.. રેડ ઝોનમાં કોરોના વાયરસ ફેલાવાને કારણે રેડ ઝોનને અન્ય ઝોનની તુલનામાં લોકડાઉનના કડક અમલ હેઠળ મુકવામાં આવ્યા છે. કોવિડ-19 રોગચાળા પહેલા મહિનાઓ સુધી સમગ્ર પ્રદેશ આકરા કરફ્યુમાં રહેતા બંધ હતો.. તો પ્રદેશમાં ઇન્ટરનેટ અને ટેલિકોમ પર પ્રતિબંધના કારણે ખાસ કરીને યુવાનો સૌથી વધારે પરેશાન થઇ રહ્યા છે.
કરફ્યૂમાં વિસ્તારમાં મુજબ રાહત આપવામાં આવી હતી. પણ હજુ સુધી આ ક્ષેત્રમાં મોબાઇલ ઇન્ટરનેટ 2 જી સ્પીડમાં ચાલે છે.. જુના વિસ્તારમાં બંધ છે કારણ કે ત્યાં રેડઝોન જાહેર કરાયો છે. મેડીકલ ઇમજન્સી સિવાય કોઇ અવરજવરને પરવાનગી આપવામાં આવી નથી. આ વિસ્તારમાં શેરીઓમાં વિરોધ કરતા , પથ્થરબાજી કરતા લોકો પર કાબુ મેળવવા માટે તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી અપાયા હતા અથવા તેમને તેમના ઘરોમાં બંધ કરીને દેવામાં આવ્યા હતા..
હાલને જે ક્ષેત્રોને રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તારો અગાઉ સૈન્યના રેડ ઝોન હતા. અને સરકાર જ્યારે અલગાવવાદી લોકોને નીચે લાવવા માટે પ્રયાસ કરે છે ત્યારે જબરજસ્ત વિરોધ પ્રદર્શન થાય છે. તે લોકો તમામ બાબતોમે રાજકીય દ્રષ્ટિકોણથી જુએ છે અને સરકારની દરેક મદદની તે લોકો ટીકા કરે છે.
ઘુષણખોરીના મુદે રેડ ઝોનને એક મોટી યોજના તરીકે જોવામાં આવી રહી છે ખાસ કરીને સરહદી જિલ્લાઓ જેમ કે બાંદીપોરા, બારામુલ્લા અને કુપવાડા જે રેડ ઝોનમાં જાહેર કરાયા છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા અને પુલવામા જેવા જિલ્લાઓમાં અલગાવવાદીઓ સાથે જોડાયેલા છે અને અહીયા આતંકવાદીઓને સરળતાથી આશ્રય મળે છે.
પરંતુ, બીજી બાજુ બુધ્ધિજીવી વર્ગ માને છે કે સરકાર હવે દુનિયા પર ત્રાટકેલી મુશ્કેલી જેવા મામલે કોઇ જોખમ લેવા માંગતી નથી કે જેથી કરીને સ્થિતિ કથળે. હાલની સ્થિતિ એવી છે કે પાછલા ઘર્ષણો સમય કરતા વધારે ખર્ચ થઇ શકે તેમ છે. હજારો અન લાખોની ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો આ ક્ષણે મુકાબલો કરી શકે તેમ નથી.. કારણ કે કેટલાંક વિસ્તારો પહેલાથી જ કોરોનાના જોખમ હેઠળ છે. અને જો હવે ઘર્ષણ થાય તો લશ્કરી દળો અંતર જાળવી શકશે નહી અને લોકોની ધરપકડ કરી તે તે સેના માટે મોટા પડકાર હશે.
લશ્કરના અધિકારીઓ આંદોલનકારીઓના ટોળાને કાબુમાં લેવા માટે તાકાત બતાવી શકે છે.. પણ કાશ્મીરમાં સૈનય અને અર્ધ લશ્કરી દળોને પણ કોવિડ-19 વાયરસ ફેલાવાનો ભય છે.. તેથી તે તમામ સાવચેતી રાખીને પ્રોટોકોલનું પાલન કરે છે.
આ એક ધારણા છે કે કાશ્મીરમાં વાસ્તવિક સંદર્ભ છે. વાસ્તવિકતા ત્યારે જ ફેલાશે કે જ્યારે બંને તરફથી શુધ્ધ મન અને સ્વતંત્ર હદયથી જોવામાં આવે. શંકા કે સંશયવાદ એ પુનવર્તિત વિશ્વાસઘાતની લાગણીનું પ્રતિબિંબ છે.
-બિલાલ ભટ