પાકિસ્તાન પ્રતિ શ્રધ્ધાળુ 20 ડૉલર સેવા શુલ્કની માગ કરી રહ્યુ છે તો ભારતે તેનો વિરોધ કર્યો છે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે, જ્યાં સુધી ભારત પ્રતિ શ્રધ્ધાળુ 20 ડૉલર નહીં આપે ત્યા સુધી કોઈને પણ દર્શન કરવા દેવાશે નહીં
આશા છે કે, ભારત પાકિસ્તાન વચ્ચે શનિવાર સુધીમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારતે સેવા શુલ્ક અંગે ફેરવિચારણા કરવા પાકિસ્તાનને અપિલ કરી છે. સાથે રોજ 10000 યાત્રિકોને દર્શન કરવા દેવાની માગ કરાઈ છે. આ ઉપરાંત ભારતીય પ્રોટોકૉલ ઑફિસરની મુલાકાત માટે પણ મંજૂરી માગી છે.