જેને લઈ હોસકોટે સીટના ભાજપના નેતા શરથ બચ્ચે ગોવડાએ સ્થાનિક નેતાઓની એક બેઠક બોલાવી હતી. પાર્ટીના મુખ્ય નેતાઓને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસ અને જેડીએસમાં સામેલ થવાની વાત પણ બહાર આવી રહી છે. વિરોધ કરનારા નેતાઓમાં મોટા નામ જેવા કે, કટ્ટા સુબ્રમન્ય નાયડૂ અને યૂબી બનાકર સામેલ છે.
મીડિયા અહેવાલ પ્રમાણે જોઈએ તો પાર્ટીના 15 મુખ્ય નેતા કોંગ્રેસ અને જેડીએસના સંપર્કમાં છે, જે મુખ્યપ્રધાન યેદીયુરપ્પા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલ માટે ચિંતાનો વિષય બન્યો છે.
આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 15 સીટો પર ચૂંટણી થવાની છે. જેમાં 13 સીટ પર ભાજપે વિજય મેળવવાની યોજના બનાવી છે. જો કે, ભાજપ નેતાઓની નારાજગી બાદ આ પેટા ચૂંટણીનુ પરિણામ અલગ આવે તો તેમાં ના નહીં !