ETV Bharat / bharat

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કરજણ વિધાનસભા બેઠક વિશે કેટલીક મહત્વની માહિતી - કરજણ વિધાનસભા બેઠક

ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી કરજણ વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. કરજણ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જાણીએ કરજણ બેઠક વિશે કેટલીક મહત્વની માહિતી.

કરજણ બેઠક
કરજણ બેઠક
author img

By

Published : Nov 3, 2020, 7:30 AM IST

ન્યૂઝ ડેસ્ક: વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યા બાદ આ બેઠ ખાલી પડતાં અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતીશ પટેલને માત્ર 3 હજાર 564 મતથી પરાજય આપ્યો હતો. અક્ષય પટેલને 74 હજાર 87 મત અને સતીશ પટેલને 70 હજાર 523 મત મળ્યા હતા. હવે અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે અને કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર છે.

કરજણ બેઠક પર મતદારોની સંખ્યા

કરજણ વિધાનસભામાં કુલ 2.4 લાખ મતદારો છે. જેમાં 1 લાખ 4 હજાર 834 પુરુષ મતદાતા અને 99 હજાર 761 મહિલા મતદાતા છે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 311 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે. અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેના કારણે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.

કરજણ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ પ્રમાણે મતદારોની સંખ્યા...

  • બ્રાહ્મણ -5 હજાર 404
  • શાહ - 3 હજાર 482
  • મુસ્લિમ - 25 હજાર 109
  • OBC - 23 હજાર 196
  • SC - 16 હજાર 614
  • ST - 45 હજાર 295
  • પટેલ - 43 હજાર 754
  • રાજપૂત - 28 હજાર 318
  • OBC રાજપૂત - 7 હજાર

કરજણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અક્ષય પટેલ છેલ્લા અઢી વર્ષથી કરજણના ધારાસભ્ય હતા. તેમ છતાં કરજણના રોડ રસ્તા સારા ના બનાવી શક્યા. કરજણ પોલીસ સ્ટેશન થી કરજણ બજાર સુધી જવાનો માર્ગ બિસ્માર બન્યો છે. વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

મહત્વની વાત છે કે કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલે એક સમયે ગાઢ મિત્રો હતા. પરંતુ સમય જતાં આજે તેઓ એકબીજાના કટ્ટર રાજકીય શત્રુ બન્યા છે. કિરીટસિંહ જાડેજાએ અક્ષય પટેલ પર મતદારો સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. સાથે જ કોંગ્રેસનો ઉમેદવાર 25 હજાર મતથી ચૂંટણી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.