નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે કહ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને એક કૌભાંડના આરોપી ડી.એફ.એફ.એલ.ના પ્રમોટર કપિલ અને ધીરજ વધવાણને સાતારામાં કસ્ટડીમાં લીધા છે.
આ બંને પર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નાણાંકીય ગેરરીતિનો આરોપ છે. બંને હાલ 21 ફેબ્રુઆરીથી જેલની બહાર છે. તમને જણાવી દઈએ કે લોક઼ડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં વધવાણ અને તેમના પરિવારને 10 એપ્રિલ રવિવારે સાતારાના મહાબળેશ્વરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.
આ પછી વઘવાણ સહિતના તમામ લોકો અલગ થઈ ગયા હતા, દેશમુખે ટ્વીટ કરીને કહ્યું કે, કાયદો બધા માટે સમાન છે, હાલમાં સીબીઆઈની ટીમે બંનેને કસ્ટડીમાં લીધા છે. આ પહેલા દેશમુખે બુધવારે સીબીઆઈને બંને અલગ કરવાની અપીલ કરી હતી.