ETV Bharat / bharat

ભાજપમાં સામેલ થતાં જ કપિલ મિશ્રાનો વિરોધ, કાર્યકર્તાઓએ પુતળા દહન કર્યુ - નેતા કપિલ મિશ્રા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા કપિલ મિશ્રા ભાજપમાં સામેલ થઈ ગયા છે. જેથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કપિલ મિશ્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા કરાવલ નગરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને મિશ્રાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું.

kapil mishra
author img

By

Published : Aug 18, 2019, 11:50 AM IST

કપિલ મિશ્રા સામે ભાજપના કાર્યકર્તાઓમાં આ વાતનો વિરોધ છે કે, ગઈકાલ સુધી ભાજપ, RSS અને પાર્ટીના નેતાઓને ખરાબ કહેનારા માણસને પાર્ટીમાં પ્રવેશ કેવી રીતે મળ્યો છે. એક તરફ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ વિધિવત રીતે કપિલ મિશ્રાને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો છે. તો બીજી તકફ ભાજપના કાર્યકરોએ તેમની સામે મોરચો ખોલ્યો છે. પ્રદર્શન કરતી વખતે કાર્યકરોએ કપિલ મિશ્રાનું પુતળાને સળગાવ્યું હતું અને નરેન્દ્ર મોદીને અપશબ્દો પણ કહ્યા હતા.

ભાજપમાં સામેલ થતાં જ કપિલ મિશ્રાનો વિરોધ

ભાજપના કાર્યકર્તાઓમાં કપિલ મિશ્રા સામે વિરોધ છે કે, તેમણે નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલ્યા હતા અને મોહન ભાગવતને ISI ના એજન્ય ગણાવ્યા હતા. દિલ્હી વિધાનસભામાં પણ તેમણે અમિત શાહ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કાર્યકરોની ઊગ્ર માંગ છે કે, કપિલ મિશ્રાને પાર્ટીમાંથી હટાવી દેવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.