ETV Bharat / bharat

કપિલ દેવ ત્રિપાઠીની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ તરીકે નિમણૂક કરાઈ - Kapil Dev Tripathi

કપિલ દેવ ત્રિપાઠીની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કપિલ દેવ ત્રિપાઠી 1980ની બેચના આસામ-મેઘાલય કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ હાલમાં જાહેર સાહસો પસંદગી બોર્ડના (PESB) અધ્યક્ષ છે.

Kapil Dev Tripathi appointed Secretary to President Kovind
કપિલ દેવ ત્રિપાઠીની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ તરીકે નિમણૂક કરાઈ
author img

By

Published : Apr 21, 2020, 10:30 AM IST

નવી દિલ્હી: કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ કપિલ દેવ ત્રિપાઠીની સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના પ્રધાન મંડળની નિમણૂક સમિતિએ કરાર આધારે ત્રિપાઠીને રાષ્ટ્રપતિ કોવિંદના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ રાષ્ટ્રપતિના કાર્યકાળ જેટલો જ રહેશે.

ત્રિપાઠી, 1980 બેચના આસામ-મેઘાલય કેડરના નિવૃત્ત IAS અધિકારી છેે. હાલમાં જાહેર જાહેર સાહસો પસંદગી બોર્ડ (PESB)ના અધ્યક્ષ છે, જે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ઉચ્ચ-સ્તરની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિના વર્તમાન સચિવ સંજય કોઠારીનો પદ સંભાળશે. અધિકારીઓના મતે કોઠારીને કેન્દ્રીય તકેદારી આયોગ(CVC)ના વડા બને તેવી શક્યતા છે.

કોઠારી, 1978ની બેચ હરિયાણા કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. જુલાઈ, 2017માં તેઓ રાષ્ટ્રપતિના સચિવ તરીકે નિમાયા હતા. કોઠારી પણ PESBના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા ત્યારે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સત્તાવાળી સમિતિ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં કોઠારીનું નામ કેન્દ્રીય તકેદારી આયોગના કમિશનર તરીકે પસંદ કરાયું હતું. જોકે આ અંગે કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.