કનૈયા કુમારે ટ્વીટ કરી લખ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓ પર પોલીસનું દમન અને સંવિધાન તથા ગરીબ વિરોધી કેબ-એનઆરસી વિરુદ્ધ આજે પૂર્ણિયામાં જનતાએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. જનતા બધુ સમજી રહી છે, કે તેમના મુખ્ય મુદ્દાઓને બાજુમાં રાખી સરકાર તેમને નાગરિકતા સાબિત કરવાના ચક્કરમાં ફસાવી લાઈનમાં લગાવવા માગે છે.
પૂર્ણિયામાં કનૈયાની હુંકાર
જણાવી દઈએ કે, સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસી પર સળગી રહેલી આગની ઝપટમાં સમગ્ર દેશ ધીમે ધીમે આવી રહ્યો છે. આ ક્રમમાં વિરોધ કરવા માટે સીપીઆઈના નેતા કનૈયા કુમાર પણ સોમવારે પૂર્ણિયામાં તેનો વિરોધ કરવા પહોંચ્યા હતા. બે અલગ અલગ જગ્યાએ કલાકો સુધી ભાષણ કર્યા બાદ રેલીમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન રસ્તાઓ પર તેમની સાથે લાખો લોકો પણ સામેલ થયા હતા. જ્યાં જનતાનો ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો હતો.