18 ઓક્ટોબર 2019ના રોજ ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉ ખાતે ગુનેગાર મોઇનુદીન અને અશફાકે હિંદુવાદી નેતા કમલેશ તિવારીની ગળુ દબાવી હત્યા કરી હતી. બંને ગુનેગારો ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉની એક હોટલમાં રોકાયા હતા અને ઘટના બાદ હોટલ પહોંચ્યા હતા, ત્યારબાદ ફરાર રહ્યા હતા. હત્યાના ત્રીજા દિવસે હત્યાનુ કાવતરૂ ઘડનાર એક આરોપીની ગુજરાતથી ધરપકડ કરાઇ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, જેઓએ કમલેશ તિવારીની હત્યાનુ કાવતરૂ ઘડ્યુ હતુ અને બંને હત્યારાઓ મોહનુદીન અને અશફાકની મદદ કરી હતી. કમલેશ તિવારી હત્યા બાદ તપાસ માટે SIT તૈયાર કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ATS એ પણ આ કેસની તપાસ કરી હતી. બંને આરોપીઓને ગુજરાત ATSએ ગુજરાત અને નેપાળની બોર્ડર પરથી ધરપકડ કરી હતી, ત્યારબાદ લખનૌ ખાતે ખસેડ્યા હતા. જે દરમિયાન રિમાન્ડમાં પણ ઘણા મહત્વના ખુલાસા થયા હતાં.