અયોધ્યા: આજે અયોધ્યા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથે રામનગરીમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન, તેમણે જિલ્લામાં તબીબી વ્યવસ્થાની પણ સમીક્ષા કરી, અયોધ્યામાં લગભગ 3 કલાકના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન અયોધ્યાના અગ્રણી સંતોને મળ્યા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યાના સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક બાદ, રામ નગરીના પ્રાચીન મઠના મહંત અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ સાથે મુલાકાત કરી હતી.
સીએમએ તેમના સ્વાસ્થ્ય અને મંદિર નિર્માણની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી. આ પછી મુખ્યપ્રધાન છાવણીથી સીધા હનુમાનગઢી પહોંચ્યા જ્યાં, તેમણે મંદિરમાં દર્શન કર્યા. જ્યાંથી તેઓ રામજન્મસ્થળ પર પહોંચ્યા અને મંદિર નિર્માણની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ અન્ય વિકાસ કામની મુલાકાત લેવાની બાકી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે મુખ્યપ્રધાને આ કાર્યક્રમો મુલતવી રાખ્યા હતા.