ન્યૂઝડેસ્ક: ડિસેમ્બર 2018માં કોંગ્રેસને બહુમતી ત્યારે જ્યોતિરાદિત્યનું સપનું હતું કે તેમને મુખ્ય પ્રધાન બનાવાશે. તેમણે આખરે કોંગ્રેસ છોડી અને તેમની સાથે 22 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધાં. તે સાથે હવે ગૃહની સંખ્યા 206ની થઈ છે અને તેમાંથી 99 ધારાસભ્યો કોંગ્રેસ પાસે રહ્યા છે.કમલનાથને આશા છે કે હજી પણ તેઓ સરકાર બચાવી લેશે અને તેથી તેમણે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન મોકલી દીધા છે. એ જ રીતે ભાજપે પણ પોતાના ધારાસભ્યોને ગુરુગ્રામ મોકલી દીધી છે. હવે જ્યારે પણ ગૃહમાં બહુમતી સાબિત કરવાની વાત આવશે ત્યારે અબજો રૂપિયા અને દબાણનું રાજકારણ ચાલશે. વધુ એક શરમજનક પ્રકરણ નોંધાશે, જેમાં કાળું નાણું બેફામ રીતે વપરાશે.
શરૂઆત ભાજપે એવું વલણ લીધું હતું કે તેમનો આમાં કોઈ હાથ નથી, પરંતુ હવે તે પણ સક્રિય બન્યો છે અને સરકાર ઉથલાવવા માટે જ નહિ, પણ રાજ્યસભાની બેઠકો વધી મેળવી લેવા માટે પ્રયાસો શરૂ થઈ ગયો છે.ભાજપ રાજ્યસભામાં બહુમતી મેળવી લેવા માગે છે અને પોતાની જંગી નાણાંની તાકાત દ્વારા બીજા દેખીતા કે વણદેખીતા સ્રોતોનો ઉપયોગ કરીને ઝારખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ વિપક્ષને તોડવા માગે છે. ભાજપને કેટલી હદે તેમાં સફળતા મળે છે તે જોવાનું રહે છે.
આખો મામલો પૈસાનો છે, તે એના પરથી પણ સમજા છે કે કોંગ્રેસમાં પરત ફરેલા એક ધારાસભ્યે એવું કહ્યું કે તેમને 25 કરોડ રૂપિયાની ઓફર થઈ હતી. બીજા એક નેતાએ રહસ્યોદ્વાટન કર્યું કે 100 કરોડ રૂપિયાની ઓફર થઈ હતી. આર્થિક મંદી ચાલી રહી છે ત્યારે આ આંકડા દેશના લોકોને ચોંકાવનારા લાગે છે.
ચૂંટણી જીતવા મોટી રકમ ખર્ચનારા ધારાસભ્ય માટે નાણાંની લાલચ મોટી હોય છે, પણ સાથે એ પણ મામલો છે કે પક્ષ યુવાન નેતાઓને તેમની મહત્ત્વાકાંક્ષા માટે મોકળાશ આપતો નથી. જ્યોતિરાદિત્ય રાહુલ ગાંધીના મિત્ર અને ટેકેદાર છે અને રાજ્યમાં વધુ ભૂમિકા માટે માગણી કરી હતી. પરંતુ કમલ નાથ અને દિગ્વિજય સિંહ ભેગા મળીને તેમને દૂર રાખી રહ્યા હતા. તેમણે પોતાના સોશ્યલ મીડિયામાંથી કોંગ્રેસના નેતા તરીકેની ઓળખ પણ હટાવી દીધી હતી. તેમણે કલમ 370ના મુદ્દે પણ પક્ષથી અલગ વલણ લીધું હતું, પરંતુ બીજી બાજુ દિલ્હીમાં રમખાણો થયા ત્યારે ભાજપની આકરી ટીકા પણ કરી હતી.જોકે તે દેખાય આવતું હતું કે તેમની વિચારસરણીની વાતો માત્ર ઉપરછલ્લી જ હતી અને તેઓ તકની રાહ જોઈ રહ્યા હતા.
સિંધિયાના દાદી રાજમાતા સિંધિયા જનસંઘના બહુ મજબૂત નેતા હતા અને તેમની બંને પુત્રીઓ, જ્યોતિરાદિત્યની ફઇબાઓ ભાજપમાં છે. 2019માં લોકસભાની બેઠકમાં હાર મળ્યા પછી તેમની ઇચ્છા રાજ્યસભામાં સભ્ય બનવાની હતી.
2019માં તેમને તેમના જ ટેકેદારે ભાજપમાં જઈને હરાવી દીધા હતા. ગ્વાલિયર પેલેસની સામે પ્રચાર કરીને તેઓ જીત્યા હતા, તેથી સિંધિયાને લાગ્યું હતું કે તેમના માટે ગુનાની બેઠક હવે સલામત રહી નથી. ભાજપમાં જોડાઈને તેઓ પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે.દબાણ સામે ના ઝૂકેલા કમલ નાથ કેટલાક ધારાસભ્યોને પરત લાવવા માટેની મથામણમાં છે. તેમણે સિંધિયાની માગણીઓ ના સ્વીકારી અને મોવડીમંડળને જણાવી દીધું હતું કે તેઓ સિંધિયાને નહિ, પણ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા તૈયાર છે.
ગ્વાલિયરના મહારાજ માટે ક્યારેય માન ના ધરાવતા દિગ્વિજય સિંહ પણ કમલનાથના ટેકામાં હતા.ઉપરથી એવું લાગશે કે સિંધિયાના જવાથી કોંગ્રેસને ફટકો પડશે, કેમ કે તેમની સાથે મોટી સંખ્યામાં ધારાસભ્યો પણ ગયા છે. ભાજપ આટલા મોટા પાયે ગાબડું પાડી રહ્યો છે તે દર્શાવે છે કે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાધી હતી. જીતી શકે તેવા ઉમેદવારો શોધવા માટે કોંગ્રેસ ભૂતકાળમાં ભાજપના અને જનતા દળના નેતાઓની ટિકિટ આપતી આવી છે. આવા નેતાઓ ભાજપમાં જતા રહેવામાં કશું ખોટું લાગતું નથી.હવે કોંગ્રેસની સ્થિતિ શું થશે?
2019માં પણ હાર પછી કોંગ્રેસની હાલ સુકાન વિનાના જહાજ જેવી થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રમુખ માટે ચૂંટણી કરવાની તેમની સલાહને સોનિયા ગાંધીની આસપાસ ગોઠવાઈ ગયેલી ટોળકીએ અમલમાં આવવા દીધી નથી. તેના બદલે નવા પ્રમુખ નક્કી ના થાય ત્યાં સુધી સોનિયા ગાંધીની જ જવાબદારી સોંપી દેવામાં આવી છે.સોનિયા ગાંધીની તબિયત પહેલા જેવી નથી અને તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર પણ નહોતો કર્યો. તેના કારણે પક્ષના ટેકેદારો આમ આદમી પાર્ટી તરફ જતા રહ્યા. ભાજપને તેનાથી નુકસાન થયું, તેથી આવા વ્યૂહના કેટલાક અણસમજુ ઉદારવાદીઓએ વખાણ પણ કર્યા, પણ તેનાથી કોંગ્રેસનું કદ વધારે ઘટ્યું છે. ભાજપને પછડાટ આપીને વિજય બદલ આપના વખાણ કેટલાક કોંગ્રેસીઓએ કર્યા ત્યારે ઘણાને નવાઈ લાગેલી કે કઈ રીતે સદી જૂના પક્ષને આના કારણે ફાયદો થયો.
કોંગ્રેસના મતોની સંખ્યા ઘટીને માત્ર 4 ટકા રહી ગઈ.કોંગ્રેસની મથામણ એ છે કે ભાજપ સામે મજબૂત વિપક્ષ કેવી રીતે ઊભો કરવો. ઘણા લોકો એવું માને છે કે CAAના વિરોધમાં થયેલા પ્રદર્શનોથી દેશભરમાં શાસક પક્ષ સામે વિરોધ ઊભો થયો છે તેનો લાભ રાજકીય પક્ષ જ લઈ શકે તેમ કેટલાકને લાગે છે. બીજા માને છે કે આઝાદી પછી ક્યારેય કોંગ્રેસે કોઈ આંદોલનમાં ભાગ લીધો નથી, ત્યારે તેના માટે આગામી ચૂંટણીની તૈયારી એ જ વિકલ્પ છે.આ દલીલમાં દમ હશે, પણ કોંગ્રેસમાં વિમાસણ એ છે કે કોણ નેતૃત્ત્વ કરે અને તેની વિચારસરણી શું હોવી જોઈએ. રાહુલ ગાંધીના ટેકેદારોએ સલાહ આપી હતી કે ચૂંટણી જીતવા માટે તેમણે લઘુમતીથી દૂર રહેવું જોઈએ.
ગુજરાતની ચૂંટણી વખતે ધાર્મિક સ્થળોની મુલાકાતની પ્રથા શરૂ કરાઈ હતી. તેમણે ફેઝ કેપ સાથે કોઈ પણ સેલ્ફી ના હોય તેની કાળજી લીધી હતી. લઘુમતીને કેવી રીતે સંભાળવા તેની મૂંઝવણ પણ કોંગ્રેસમાં છે. દેશની લઘુમતી સાથે કોંગ્રેસ ઊભી ના રહી શકે તો પછી ભાજપ જેવી પાર્ટી થઈ અને તેની અસર મુસ્લિમ મતો પર પડવાની.દેશભરમાં CAA અને NRC સામે વિરોધ થયા તેમાં કોંગ્રેસે માત્ર નિવેદનબાજી જ કરી છે. દિલ્હીના શાહિનબાગ જેવા સ્થળોની મુલાકાત લેવાનું ગાંધી પરિવારે ટાળ્યું છે. મુસ્લિમોના થાભડભાણાં તેઓ કરે છે તેવી ભાજપની ટીકા ટાળવા માટે તેમણે આવું કર્યું હોવાનું મનાય છે. કોંગ્રેસ CAA વિરોધી આંદોલનના આધારે વિપક્ષી મોરચો તૈયાર કરવા માગતી હોય તેણે આઝાદી વખતે કર્યું હતું તે સર્વસમાવેશી રાજકારણ કરવું પડશે.પરંતુ તકવાદી કોંગ્રેસી નેતાઓનું વર્તન જોઈએ છીએ ત્યારે લાગે છે કે ભાજપ સામેની આકરી લડાઈ માટેની તૈયારી નથી. આ જ કારણસર રાજસ્થાન, છત્તીસગઢની સરકારો માથે પણ જોખમ તોળાતું રહેશે કે ભાજપ ગમે ત્યારે તેને તોડી પાડે.-
સંજય કપુર, નવી દિલ્હી