એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં દેશના આગામી મુખ્ય ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ કહ્યું કે, જસ્ટિસ ગોગોઈનું ધૈર્ય, સાહસ અને છબી એટલી મજબુત છે કે, કંઇ પણ ખોટું થવું મુશ્કેલ છે.
સુપ્રીમ કોર્ટે શનિવારે સર્વસંમ્મતિથી અયોધ્યા વિવાદનો ચુકાદો આપ્યો હતો. જેમાં રામ મંદિરના નિર્માણનું રસ્તો સાફ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, મસ્જિદ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવામાં આવશે.
આ પણ વાંચો....અયોધ્યા જમીન વિવાદઃ સંક્ષિપ્તમાં સમજીએ અયોધ્યા કેસના મહત્વના મુદ્દાઓ વિશે...
CJI રંજન ગોગોઈએ રવિવારે કાર્યક્રમમાં ચુકાદા પર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વિવાદિત મુદ્દા પર વાત નથી કરવા માગતો. આ યોગ્ય સમય નથી.
જસ્સિટ બોબડેએ કહ્યું કે, CJI ગોગોઈની સાથે કામ કરવાની તક મળી તે સૌભાગ્યશાળી માનું છે. તેમણે કહ્યું કે, લોકશાહી બધા નાગરિકોની કલ્યાણ માટે બનાવવામાં આવી છે.
એક સ્વતંત્ર સુપ્રીમ કોર્ટ આ ઉદ્દેશયને પુરો કરવા માટે સાધનોમાંથી એક છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રકાશિત કોર્ટસ ઓફ ઈન્ડિયા: પોસ્ટ ટૂ પ્રેજેન્ટના અસમિયાના સંસ્કરણના વિમોચન દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે, આજે તેની વિરાસત અને ઉપલબ્ધિને સ્વીકાર કરવા અને તેની ખુશી મનાવવા માટે ભેગા થયા છીએ.
એક અન્ય વરિષ્ઠ જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે, જસ્ટિસ ગોગોઈના દેશના સમકાલીન સર્વાધિક મહત્વપૂર્ણ અનિર્ણય પર ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ શ્રીપતિ રવીન્દ્ર ભટ્ટે કહ્યું કે શનિવારે ઈતિહાસ બનતા જોઓ અને મનો વિશ્વાસ છે કે, ભારતીય કાયદાનો ઈતિહાસમાં આ હંમેશા રહેશે.