શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના બાદ સુરક્ષાબળોએ મોટા સ્તરે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. આ વિસ્તારમાં અમુક આતંકીઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાન બે જગ્યા પર આતંકીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.
સુરક્ષાબળોએ બઠગંડ અને મીરપોરામાં આતંકીઓ હોવાની ખુફિયા સૂચના મળી હતી. જે બાદ બંને જગ્યાઓ પર ઘેરાબંધી કરવામાં આવી હતી. બધા જ માર્ગો પર સુરક્ષા વધારવામાં આવી છે અને નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવીએ તો ગત્ત દિવસોમાં ત્રાલમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઇ હતી. જો કે, ગોળીબારી દરમિયાન આતંકી ભાગવામાં સફળ રહ્યા હતા. હાલના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને આતંકીઓ સામે મોટી સફળતા મળી છે. કેટલાય મોટા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
ગત્ત 10 જૂને કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસોમાં 14 આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા.