શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 રદ કર્યાનું એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે સુરક્ષાને લઈ પ્રશાસને શ્રીનગર તેમજ અન્ય જિલ્લામાં 2 દિવસ સુધી કર્ફ્યુ જાહેર કર્યું છે. આ દરમિયાન સુરક્ષાને લઈ ચુસ્ત બંધોબંસ્ત કરવામાં આવ્યો છે.
શ્રીનગરના જિલ્લાધિકારી શહિદ ઈકબાલ ચૌધરીએ એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, પ્રશાસને સૂચિત કર્યા હતા કે પાકિસ્તાન સમર્થક સંગઠનોએ 5 ઓગસ્ટના કાળો દિવસ જાહેર કર્યો છે.
આ પણ વાંચો...દ્રઢ સંકલ્પની આ તસવીર આજે કેવી પ્રાસંગિક!
આ સંદર્ભમાં પોલીસે હિંસક પ્રદર્શનો અને લોકોની સુરક્ષાને લઈ 4થી 5 ઓગસ્ટના શ્રીનગરમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. જેમાં કોવિડ-19ને લઈ તબીબી કર્મચારીઓને પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો..અમેરિકી સાંસદે કલમ-370 હટાવવા બદલ PM મોદીના કર્યા વખાણ
છેલ્લે 5 ઓગ્સ્ટના ભાજપ સરકારે કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો રદ્દ કરવામાં આવ્યો હતો. રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. જેમાં જમ્મી-કાશ્મીરમાં એક પ્રતિકૂલ સ્થિતિ ઉભી થઈ હતી. પીડીપી નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી અને આ નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. પીડીપીએ આજે જાહેરાત કરી કે, 5 ઓગસ્ટના દિવસે કાળો દિવસ મનાવશે અને વિરોધ પ્રદર્શન કરશે.