શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સરપંચની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, કુલગામમાં સરપંચ સજ્જાદ અહમદ ખાંડેને તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઈટીવી ભારતને જણાવ્યું કે, બંદૂકધારીઓ કુલગામના ગામમાં ભાજપના સરપંચ સજ્જાદ અહમદ ખાંડેને ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ખાંડેના પેટમાં ગોળી વાગી હતી. સરપંચને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર અર્થ મોત થયું છે.
હુમલખોરોની ધરપકડ કરવા પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અનંતનાગ જિલ્લામાં લાખા ભવન લર્કીપુરાના સ્થાનિક સરપંચ અને કાશ્મીરી પંડિત અજય પંડિતની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી. આ આતંકીઓના હુમલામાં અજય પંડિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
બાંદીપોરામાં સંદિગ્ધ આતંકીઓએ ભાજપ રાજ્ય કાર્યકારિણીના સભ્ય વસીમને ગોળી મારી હત્યા કરી હતી. આતંકીઓએ ભાજપના નેતાના પિતા અને ભાઈની પણ ગોળી મારી હત્યા કરી છે.