- ભાકિયૂ પ્રવક્તા રાકેશ ટિકૈત બુધવારે જીંદ પહોંચ્યા
- ક્ષમતા કરતા વધુ લોકોને કારણે સ્ટેજ તૂટ્યો
- દુર્ઘટનામાં રાકેશ ટિકૈતનો આબાદ બચાવ
હરિયાણા : ખેડૂત આંદોલનના સ્ટાર ફેસ બનેલા ભાકિયૂ પ્રવક્તા રાકેશ ટિકૈત બુધવારે જીંદ પહોંચ્યા હતા. જે દરમિયાન હરિયાણાના ખેડૂતો અને ખાપ મળીને આંદોલનની રણનીતિ તૈયાર કરી રહ્યા હતા. જે દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી.
મંચ વધુ લોકો હોવાને કારણે તૂટ્યો
રાકેશ ટિકૈત કંડેલા ખાપના ઐતિહાસિક ચબુતરા પાસે જનસભાનું સંબોધન કરવા ઉભા થયા હતા. જે સમયે મંચ વધુ લોકો હોવાને કારણે તૂટી ગયો હતો. જે કારણે રાકેશ ટિકૈત સહિત ઘણા ખેડૂત આંદોલનના નેતા પડી ગયા હતા. આ મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, જ્યારે પણ રાજાને ડર લાગે છે, ત્યારે તે કિલ્લાબંધી કરે છે. દિલ્હીમાં કિલ્લેબંધી કરવામાં આવી રહી છે. હવે અમે કાયદો પરત લેવાની વાત કરી છે.
સ્ટેજ તૂટી ગયો, રાકેશ ટિકૈત પડી ગયા
રાકેશ ટિકૈત સ્ટેજ પર બોલવા ઉભા થયા હતા. જે દરમિયાન મંચ તૂટી ગયો હતો. આ મહાપંચાયત યોજાઇ રહી હતી, ત્યાં ધારણા કરતા વધારે લોકોની ભીડ પહોંચી હતી. જે કારણે સ્ટેજ પર લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. જે કારણે મંચ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં રાકેશ ટિકૈતનો આબાદ બચાવ થયો હતો.