ઝારખંડ વિધાનસભા ભવન રાંચીના ધુર્વામાં 39 એકરમાં ફેલાયેલું છે. આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેના નિર્માણ પાછળ 465 કરોડ રુપિયાનો ખર્ચ લાગ્યો છે. વિધાનસભા ભવનનો શિલાન્યાસ 12 જૂન 2015માં કરવામાં આવ્યો હતો. જેનો બિલ્ડઅપ એરિયા 57,220 વર્ગ મીટર છે. તેમાં 37 મીટર ઊંચુ ગુંબજ પણ છે.
સાથે સાથે આ દેશનું પ્રથમ પેપરલેસ વિધાનસભા ભવન બની ગયું છે. જ્યાં પાણી અને ઊર્જા સંરક્ષણની વ્યવસ્થાની સાથે સાથે છત પર ઝારખંડની સંસ્કૃતિની ઝલક, મહેમાનો માટે વિશેષ ગેલેરી પણ બનાવી છે. કોંન્ફરંસ હૉલમાં 400 લોકોના બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભવનમાં સૌર ઊર્જાથી પણ વિજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વડાપ્રધાન મોદી અહીં સચિવાલય ભવનનો પણ શિલાન્યાસ કરશે.
અલગ રાજ્ય બન્યા બાદ 19 વર્ષે ઝારખંડને વિધાનસભાનું નવુ ભવન મળ્યું છે. આ અગાઉ વિધાનસભાની કાર્યવાહી એચઈસીના ભાડાના મકાનમાં વિધાનસભા ભવન ચાલતું હતું. અમારા ઈટીવીના ઝારખંડ વરિષ્ઠ સહયોગી રાજેશ કુમાર સિંહે નવા વિધાનસભા ભવનની મુલાકાત લીધી હતી.