ઝાંસી (UP): ઝાંસી જિલ્લા અચાનક તીડનો આતંક ફાટી નીકળતા વહીવટી તંત્રએ ફાયર બ્રિગેડને તેના વાહનને કેમિકલથી તૈયાર રાખવા નિર્દેશ આપ્યો છે.
આ મામલે સભાના અધ્યક્ષસ્થાને આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટ આંદ્રા વાંસીએ જણાવ્યું હતું કે, " ગ્રામજનોને તીડ વિશે કંટ્રોલ રૂમને જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. માહિતી મળતા તંત્ર ત્યાં પહોંચીને દવાનો છંટકાવ કરીને તીડને હટાવવાનો પ્રયાસ કરશે.
નાયબ નિયામક કૃષિ કમલ કટિયારે કહ્યું, "તીડનાં ટોળા કદમાં નાનાં છે. અમને સમાચાર મળ્યાં છે કે દેશમાં લગભગ 2.5 થી 3 કિલોમીટર લાંબી તીડ દેશમાં પ્રવેશી છે. એક ટીમ કોટા (રાજસ્થાન)થી તીડનો સામનો કરવા માટે આવી છે. "હાલમાં, તીડનું ટોળું બાંગરા મગરપુર ખાતે છે. જયાં રાત્રે જંતુનાશક દવાઓના છંટકાવ કરવામાં આવશે.