ઝાંસીઃ દેશભરમાંથી સ્થળાંતર થતાં મજૂરોનું એક ચિત્ર તાજેતરમાં રાજકીય વાદવિવાદનું કારણ બન્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની મુલાકાતની તસ્વીરમાં દેખાયેલા મજૂર પરિવાર ઝાંસીના રાણીપુર શહેરના છે. રાહુલ ગાંધીએ આ પરિવારને ઝાંસી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
કુટુંબ હરિયાણાથી પગપાળા નીકળ્યુ હતું...
રાજકુમાર તેના પરિવારના 12 લોકો અને મધ્યપ્રદેશના 2 લોકો સાથે હરિયાણાની બહાર નીકળ્યો હતો. 16 મેના રોજ રાહુલ ગાંધીએ આ બધા લોકોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી. ETV BHRATએ આ પરિવાર સાથે પગપાળા પ્રવાસ, રાહુલ ગાંધી સાથે મુલાકાત અને પછી ઝાંસી પહોંચવાના અનુભવ વિશે વાત કરી હતી.
દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
રાજકુમારે ETV BHRAT સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમે પગપાળા ચાલતા હતા. હરિયાણા છોડ્યા પછી, તે નિઝામુદ્દીનથી લગભગ બે કિલોમીટર આગળ દિલ્હીમાં નીકળ્યા હતા. ત્યાંના કેટલાક લોકોએ અમને કહ્યું કે રાહુલ ગાંધી અહીં આવીને તેમની સાથે વાત કરશે. જ્યારે અમે ત્યાં રોકાયા ત્યારે રાહુલ ગાંધી લગભગ દસ-પંદર મિનિટ પછી ત્યાં આવ્યા. અમે રસ્તાની બાજુ બેઠા હતા. તે પણ ત્યાં આવ્યા અને અમારી સાથે બેઠા અને અમારી સાથે વાત કરી.
રાહુલ ગાંધીએ સમસ્યા પૂછી
રાજકુમાર કહે છે કે, રાહુલ ગાંધીએ અમને પાછા ફરવાનું કારણ અને અમારી સમસ્યાઓ વિશે પૂછ્યું હતું. અમે તેમને કહ્યું કે, અમારી પાસે પૈસા પૂરા થઈ ગયા છે. ખાવાના પણ પૈસા નથી. તેમને અમારી મુશ્કેલી વિશે જાણી અમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. અમે 14 લોકો હતા જેમને તેઓએ પોતાની કારમાં ઘરે પહોંચાડ્યા હતા.