ઉત્તરપ્રદેશ: ઉત્તર પ્રદેશના શો વિંડો ગૌતમબુધ નગર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જેવર એરપોર્ટ માટે એક મોટો દિવસ છે કારણ કે જ્યુરિચ એરપોર્ટને સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ એસપી ગોયલે ટ્વિટ કરીને માહિતી શેર કરી છે કે, ગૌતમબુધ નગરના આસપાસના લગભગ 22 જિલ્લામાં વિકાસની ગતિ વધી જશે અને હજારોની સંખ્યામાં લોકોને રોજગાર મળશે.
ગૃહ મંત્રાલયે લીલી ઝંડી આપી છે. જેવરમાં પ્રસ્તાવિત નોઈડા આંતરરાષ્ટ્રીય ગ્રીન ફીલ્ડ એરપોર્ટ માટે ગૃહ મંત્રાલયે સુરક્ષા સંબંધિત કોઈ વાંધા નથી તેનું (એનઓસી) પ્રમાણ પત્ર આપી દીધુ છે. આનાથી જ્યુરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી અને રાજ્ય સરકાર વચ્ચેના કરારનો રસ્તો સાફ થઈ ગયો છે. યુપી નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રમુખ સેક્રેટરી એસપી ગોયલે ટિવટ કરી આ માહિતી આપી છે.
"મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ" મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થઇ જશે. ગૃહ મંત્રાલયે સુરક્ષા મંજૂરી આપી દીધી છે. 29,560 કરોડ રૂપિયાથી એરપોર્ટનો પાયો નાખવામાં આવ્યો છે. જેવર એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ 2023માં પ્રસ્તાવિત છે.