ધારાસભ્યોએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામને કહ્યું કે સમર્થન સરકારમાં સામેલ થવાને લઇને અથવા બહારથી સમર્થન આપી શકાય છે. કુમારસ્વામીએ તેના પર વિચાર કરવા માટે સમય માંગ્યો છે. ધારાસભ્યોનું કહેવુ છે કે કુમારસ્વામી જે નિર્ણય લે છે. તે તેઓને માન્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ધારાસભ્યોના ગ્રુપે કહ્યું કે વિપક્ષમાં બેસી શકીએ છીએ અને ભાજપાના સારા કાર્યક્રમોનું સ્વાગત કરીશુ. બધા જ ધારાસભ્યોએ ચર્ચા વિચારણા કર્યા બાદ અંતે કહ્યું કે ભાજપાને સમર્થન કરવા અને સરકારને બચાવવા સારૂ રહેશે.