વર્ષ 1809માં આજના દિવસે બ્રેલ લિપિની શોધ કરનારા લુઈસ બ્રેલનો જન્મ થયો હતો. સાથે જ 4 જાન્યુઆરી 1643ના રોજ વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનનો પણ જન્મદિવસ છે.
4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સના મહાન શિક્ષણવિદ લુઈસ બ્રેઈલનો જન્મ થયો હતો. જેણે એક એવી લિપિની શોધ કરી જે અંધલોકોને શિક્ષણ આપવા માટે ઉપયોગી બની છે. તેમના નામ પરથી જ આ લિપિનું બ્રેઈલ લિપિ નામ રાખવામાં આવ્યું છે.
4 જાન્યુઆરી 1643નો દિવસ ઈતિહાસમાં ઈંગ્લેન્ડના મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટનની જન્મ તારીખ તરીકે પણ જાણીતી છે. ગુરુત્વાકર્ષણનો નિયમ અને ગતિના સિદ્ધાંતની શોધ કરનારા મહાન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, જ્યોતિષી અને દાર્શનિક સર ન્યૂટનને આધુનિક ભૌતિક વિજ્ઞાનાન પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- દેશ-દુનિયાના ઈતિહાસમાં 4 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ નીચે મુજબ છે...
1604: શહેઝાદા સલીમનો બળવો નિષ્ફળ થયા બાદ તેને બાદશાહ અકબર સામે રજૂ કરવામાં આવ્યો.
1643: ઈંગ્લેન્ડના મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી સર આઈઝેક ન્યૂટનનો જન્મ. જેણે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અને ગતિના નિયમની શોધ કરી.
1809: નેત્રહીન લોકોને ભણવા માટે મદદ કરનારી લીપીની શોધ કરનારા લુઈ બ્રેઈલનો જન્મ. ત્રણ વર્ષની ઉંમરે લૂઈએ એક અકસ્માતમાં તેમની દ્રષ્ટિ ગુમાવી હતી.
1906: પ્રિન્સ ઓફ વેલ્સ: જે બાદમાં પાંચમા કિંગ જ્યોર્જ બન્યા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલનો શિલાન્યાસ કર્યો.
1948: દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ બર્માએ (મ્યાનમાર) બ્રિટનથી સ્વતંત્રતા મેળવી.
1958: ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલેરીએ દક્ષિણ ધ્રુવ પર પગ મુક્યો. વર્ષ 1912માં કેપ્ટન રોબર્ટ એફ. સ્કોટના અભિયાન બાદ તેઓ પ્રથમ અન્વેષક હતા જેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. હિલેરીએ તેની ટીમ સાથે ખરાબ હવામાનમાં પણ 113 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.
1964: વારાણાસી લોકોમોટિવ વર્ક્સમાં ડીઝલનું પ્રથમ લોકોમોટિવ બનીને તૈયાર કરાયું.
1966: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ પછી તાશકંદમાં શિખર મંત્રણાની શરૂઆત થઈ. જેમાં ભારત તરફથી વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાન વતી જનરલ અયુબ ખાન ઉપસ્થિત રહ્યા હતા.
1972: વિવિધ ગુનાઓની તપાસને વધુ સારી અને આધુનિક બનાવવા માટે નવી દિલ્હીમાં ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી.
1990: પાકિસ્તાનમાં રેલવે દુર્ઘટનાના ઈતિહાસમાં સૌથી દુ:ખદ ઘટનામાં બે ટ્રેન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં 307 લોકો માર્યા ગયા, અનેક લોકો ઘાયલ થયા હતા.
2007: અમેરિકામાં નૈન્સી પેલોસીને હાુસ ઓફ રિપ્રેઝેન્ટેટિવનો સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે પહોંટનારી તેઓ પ્રથમ મહિલા હતા.
2010: સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ સ્થિત બુર્જ ખલીફાને સત્તાવાર રીતે ખૂલ્લું મૂકવામાં આવ્યું. તે સમયની વિશ્વની તે સૌથી ઊંચી ઈમારત તરીકે ઓળખાતું હતું.