ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ NIAએ શ્રીનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા - ગ્રેટર કાશ્મીર ઓફિસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIA દ્વારા આજે બુધવારના રોજ સવારે શ્રીનગરમાં ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

nia
nia
author img

By

Published : Oct 28, 2020, 5:21 PM IST

  • NIAની શ્રીનગરમાં કાર્યવાહી
  • રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શ્રીનગરમાં અનેક સ્થળ પર દરોડા પાડ્યા
  • NIAની કાર્યવાહિનું કારણ હજુ અકબંધ

શ્રીનગર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આજે બુધવારના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ NIA દ્વારા ગ્રેટર કાશ્મીર ઓફિસ અને માનવાધિકાર કાર્યકરતા ખુરર્મ પરવેઝના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

NIA દ્વારા શહેરમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે

સૂત્રોએ જણાવ્યું હતું કે NIAએ પ્રતાપ પાર્કમાં ગ્રેટર કાશ્મીર ઓફિસ, સોનવરમાં માનવાધિકાર કાર્યકર ખુર્રમ પરવેઝના ઘરે, નહેરુ પાર્ક નજીક મોહમ્મદ અમીન ડાંગોલાના હાઉસબોટ અને નવા કદલમાં એનજીઓની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. NIAએ હૈદરપોરામાં ગુલામ કાદર મલિકનો પુત્ર મોહમ્મદ શબન મલિકની હાઇડરપોરા સ્થિત એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. આ ભવન એસોસિએશન ઓફ પેરેન્ટ્સ ફોર ડિસઅપિયર પર્સન્સ (APDP)ને ભાડે અપાયું હતું.

હિલ્ટન હાઉસબોટ સહિત ડલ જીલ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. હાઉસબોટ મહંમદ અમીન ડાંગોલાની છે. જ્યા દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. જોકે આ દરોડા પાછળનુ કારણ હજુ સામે આવ્યું નથી. ક્યા કારણો સર કાર્યવાહી કરવામાં આવી છે તે જાહેર કરવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.