શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના રામબાગ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સે આ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
CRPFફના સૂત્રો મુજબ, એન્કાઉન્ટરમાં સામેલ એક આતંકવાદી વિદેશી છે, જ્યારે બીજો એક સ્થાનિક છે.
અગાઉ જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ શનિવારે બે અલગ અલગ એન્કાઉન્ટરમાં એક કમાન્ડર સહિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે કહ્યું કે, આ એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ એક આતંકીની પણ ધરપકડ કરી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ હોવાની માહીતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.