ભૂકંપનો પ્રથમ આંચકો 4.7ની તીવ્રતાનો રાત્રે 10:42 કલાકે અનુભવાયો હતો, ત્યારબાદ છ મિનિટ પછી 5:5ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના બન્ને આંચકાનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિલોમીટર ઊંડે નોંધાયું હતું.
ત્યારબાદ રાત્રે 10:58 કલાકે 4.6ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો અને ચોછો આંચકો રાત્રે 11:20 કલાકે 5.4ની તીવ્રતાનો અનુભવાયો હતો.
ભૂકંપનો ત્રીજો અને ચોથો આંચકો ક્રમશ: 36 અને 63 KM ઊંડો હતો.
સદનસીબે આ દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ કે, કોઈ પણ પ્રકારના નુકસાન થયું હોવાના કોઈ સમાચાર મળ્યા નથી.
આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઈલેન્ડમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 5 નોંધાઈ હતી.