‘જલ પુરુષ’ રાજેન્દ્ર સિંહે છત્તીસગઢની નદીઓ અરપા, ખારુન, ઇંન્દ્રાવતી અને મહાનદી માટે રેતીના ખનનને એક મોટુ સંકટ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જેવી રીતે મનુષ્ચના શરીરમાં ફેફસા શુદ્ધીકરણનું કામ કરે છે, તેવી રીતે રેતી નદીઓને શુદ્ધ કરવાનું કામ કરે છે. રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, નદીઓમાં રેતીની ખનન પ્રક્રિયાનું પ્રમાણ વધી જવાને કારણે નદીઓ દુષિત થઇ રહી છે.
રાજેન્દ્ર સિંહે કહ્યું કે, ETV ભારત દ્વારા જો આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે તો, દેશની જનતાએ આ અભિયાનમાં જોડાવું જોઇએ, હું પણ આ અભિયાન સાથે જોડાઇશ. આ અમારા દેશના સુરક્ષિત ભવિષ્ય માટેનું આંદોલન છે.
કોણ છે રાજેન્દ્ર સિંહ,
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં થયો હતો. તેમણે ઇલાહબાદ વિશ્વ વિદ્યાલયથી શિક્ષણ લીધુ છે તેમને દેશમાં જલ પુરુષના નામે ઓળખવામાં આવે છે.
રાજેન્દ્ર સિંહે 1980ના દાયકામાં રાજસ્થાનમાં પાણીની સમસ્યા પર કામ કરવાનું શરુ કર્યુ હતું. અને તેમણે ત્યાં નાનામાં નાના ગામમાં પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી. 2015માં તેમની સરાહનીય કામગીરી બદલ સ્ટોકહોમ જલ પુરસ્કાર જીત્યો જે " પાણી માટે નોબલ પુરસ્કાર" તરીકે ઓળખાય છે.