નરેન્દ્ર મોદીની પાછલા પ્રધાન મંડળમાં કમ્યુનિકેશન (સંચાર) પ્રધાન રહી ચૂકેલા સિન્હા પૂર્વીય ઉત્તર પ્રદેશના ગાજીપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં પરાજીત થયા હતા.
પહેલી જ વાર પ્રધાન પદ પ્રાપ્ત કરનારા પ્રતાપ સારંગીને દિલ્હી BJP કાર્યાલય પાસે 10, પંડિત પંત માર્ગ સ્થિત બંગલો ફાળવવામાં આવ્યો છે. આ બંગલો પહેલા ભાજપના પૂર્વ સાંસદ હુકુમદેવ યાદવને ફાળવાયેલો હતો.
માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકને 27 સફદરગંજ રોડ સ્થિત બંગલો ફાળવય તેવી શક્યતાઓ છે. આ બંગલો કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ફાળવાયેલો હતો.
તો આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદેશ પ્રધાન એસ જયશંકરને મધ્ય દિલ્હીમાં 12, તુગલક રોડ સ્થિત બંગલો ફાળવાય તેવી શક્યતાઓ છે. જ્યારે માનવ સંસાધન વિકાસ પ્રધાનને સફદરગંજ રોડ સ્થિત બંગલો ફાળવવામાં આવી રહ્યો છે.
સંસદીય કાર્ય, કોલસો અને ખાણ પ્રધામ પ્રહલાદ જોશીને અકબર રોડ સ્થિત બંગલો ફાળવવામાં આવી રહ્યો છે. જે પહેલા પૂર્વ પ્રધાન મહેશ શર્માને ફાળવાયેલો હતો.
જો કે આ મહિનાના પ્રારંભમાં ગૃહપ્રધાન અમિતશાહને કૃષ્ણ મેનન માર્ગ સ્થિત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો બંગલો ફાળવવામાં આવશે.