ETV Bharat / bharat

વિશેષ અહેવાલ: આ સમય છે પર્યાવરણની રક્ષાનો... - Carbon emissions

આ સમય છે પર્યાવરણની રક્ષાનો. હા... અભી નહીં તો કભી નહીં. ભવિષ્ય પર છવાયેલા કાળાં વાદળોથી છુટકારો પામવાનો આ જ સમય છે. વસંત હવે સ્મરણોની જમીન પાછળ ધકેલાઈ રહી છે. નવો દાયકો આશાના દ્રશ્યને જન્મ આપી રહ્યો છે. અનંત આશાઓ સાથે વિશ્વ નવા અને આધુનિક વિશ્વ તરફ પ્રવાસ કરવા સેતુઓ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. એક રીતે આ પ્રક્રિયા નવા વિશ્વ તરફ માર્ગ પ્રશસ્ત કરવાના ક્રમમાં આવી રહેલી વિતેલાં વર્ષોની ભૂલોનો સામનો કરવાના પડકારો ફેંકી રહી છે.

It's time to protect the environment
સમય છે પર્યાવરણની રક્ષાનો
author img

By

Published : Jan 10, 2020, 7:48 PM IST

  • ભવિષ્યને ઢાંકતા પડકારો ક્યા છે? તેમને ઉકેલવાનો શું?

માણસજાત શાંતિપૂર્ણ નવો દાયકો પ્રાપ્ત કરવા અને તેમાં ટકવા માટે પોતાને કઈ રીતે તૈયાર કરી શકે? વર્ષ 2020-30ના દાયકામાં આપણે સંભવતઃ ક્યા પડકારોનો સામનો કરવો પડી શકે છે? એમાં કોઈ શંકા નથી કે આપણે અગ્નિકુંડ પર બેઠા છીએ અને આપણી જાતને કહી રહ્યા છીએ કે આ તો માત્ર હૂંફાળું ગરમ જ છે અને આગ નથી જે આપણને બાળી રહી છે.

આવનારાં દસ વર્ષમાં આબોહવા પરિવર્તનને ઉકેલવામાં આપણે કેટલા અસરકાર નિવડીશું? નવી પેઢીઓને જે નડવાની છે તે કુદરતી આપત્તિઓને કઈ રીતે નિયંત્રિત કરવી અને આ હરિયાળીને કઈ રીતે બચાવવી તે સમજવું ખૂબ જ અગત્યનું છે.

આજકાલ એવું અનુભવાય છે કે, આપણે આવી કોઈ આપત્તિનો સામનો કરવાના નથી અને આથી આપણે પૂરતા સુરક્ષિત છીએ. પરંતુ દુર્ભાગ્યે તે સાચું નથી. આપણે ભલે માનવા તૈયાર ન હોઈએ પણ આપણે એ સ્વીકારવી જ પડશે કે, નિકટ ભવિષ્માં આપણે આ સમગ્ર અંધાધૂંધી અને તેનાં પરિણામોની વચ્ચે હોઈશું.

તાજેતરમાં જ ચેન્નાઈ શહેર અભૂતપૂર્વ મૂશળધાર વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને પૂર પછી તરત જ પીવાના પાણીનું એક ટીપું પણ પ્રાપ્ત નહોતું અને સમગ્ર શહેર પીવાના પાણીની અછતમાં ધકેલાઈ ગયું હતું. આ જ રીતે મુંબઈ શહેર પણ ભારે માવઠાંના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યામાં ફસાઈ ગયું હતું જ્યારે ખેડૂતો તેમની ખેતીની જરૂરિયાતો માટે પ્રમાણસર વરસાદ પડે તેમ ઝંખી રહ્યા હતા. આવા સતત વરસાદથી ગટરમાં પાણી ભરાઈ જાય છે અને તે મચ્છર જેવાં વિવિધ પ્રકારનાં જીવજંતુઓ પેદા અને ઉછેર થવાનું સ્થાન બની જાય છે જેના કારણે ડૅન્ગ્યૂ, કૉલેરા અને અન્ય ખતરનાક બીમારીઓ થાય છે. શું તમે માનશો કે આ બધાનું મૂળ બીજું કંઈ નથી પરંતુ આબોહવામાં થઈ રહેલું પરિવર્તન છે? ક્યારેય વિચાર્યું છે કે, આબોહવા પરિવર્તન અને બજારમાં ડુંગળીના ભાવ વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે? પર્યાવરણવાદીઓ દાવો કરે છે કે સમય પહેલાંનો અને અભૂતપૂર્વ વરસાદ અને પાકને નુકસાન એ અનિયમિત આબોહવા પરિવર્તનનું પરિણામ છે. જેનાથી ડુંગળીનો પાક ઘટ્યો છે. અને ડુંગળીના ઉત્પાદનમાં આ અછતના લીધે જ સ્પષ્ટપણે ડુંગળીના ભાવ સામાન્ય માનવીને ન પોસાય તેટલા વધ્યા છે.

  • આવનારા દાયકાનું ભયાવહ ચિત્ર

વૈશ્વિક ઉષ્ણતા: પૃથ્વીની સપાટીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ગયો છે. જો તે બીજી ડિગ્રી વધે એટલે કે 2 ડિગ્રીએ પહોંચે તો હિમશિલા અને હિમાલય ઓગળવા લાગશે જેના કારણે તટીય વિસ્તારો ડૂબી જવાનું ભારે જોખમ રહેશે. આવી ભયાનક આપદા આ વૈશ્વિક ઉષ્ણતાના કારણે થશે. આથી વૈશ્વિક ઉષ્ણતામાન મહત્તમ 1.5 ડિગ્રીથી ન વધે તે જોવા તાત્કાલિક કોઈ પગલાં લેવાં પડશે.

જૈવિક ઉત્સર્જન: કોલસા અને પેટ્રૉ ઉત્પાદનોના ભારે વપરાશના કારણે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનની સંકેન્દ્રિયતા મહત્તમ 300 પીપીએમથી વિક્રમજનક 400 પીપીએમ સુધી વધી છે. આ દાયકાનો પડકાર વૈશ્વિક ઉષ્ણતામાં પ્રદાન કરી રહેલા ઉત્સર્જનનો સામનો કરવાનો છે. આ કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણમાં પહેલાં સંચયિત થઈ રહેલાને નાબૂદ કરવું એ વર્તમાન સમસ્યા છે. તેમને ઓગળતા અને મહાસાગરોમાં મિશ્ર થતાં 200 વર્ષ લાગે છે. આ દાયકો જે સૌથી મોટા પડકારો પૈકીનો એક લાવ્યો છે તે છે આબોહવા પરિવર્તનને ઉકેલવા માટે ઉપાયો શોધવા.

  • આપણે શું કરી શકીએ?

ત્રણ દાયકાઓથી અત્યાર સુધી, વૈશ્વિક દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો રિયો ચેરિટેબલ કૉન્ફરન્સથી (1992) પેરિસ સમજૂતી (2016) સુધી આબોહવા પરિવર્તનને અંકુશમાં લાવવા પ્રયાસો કરી રહ્યા હતા. તે માત્ર સરકારોની એકલાની જવાબદારી ન હોવી જોઈએ, પરંતુ વ્યક્તિગત સ્તરે આપણે પણ આબોહવા સચેત રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.

  • તેમને તોડો નહીં, તેમનું નિર્માણ કરો

વૃક્ષો અને જંગલો કાર્બન ઉત્સર્જન નાબૂદીમાં મહત્ત્વનાં છે. વનોનું સંરક્ષણ થવું જોઈએ. વર્તમાનમાં ઝાડને કાપી નાખવાનું બંધ થવું જોઈએ. તેના બદલે આપણામાંના દરેકે આ પ્રસંગમાં એક ચળવળકારની જેમ સંમિલિત થવું જોઈએ. માત્ર છોડ વાવવામાં જ કાળજી ન રાખવી જોઈએ અને પછી તેને ભૂલી ન જવું જોઈએ પરંતુ છોડ ઝાડ બને ત્યાં સુધી તેની કાળજી લેવાવી જોઈએ.

વીજળીને ગળે લગાડો: પેટ્રૉલ અને ડીઝલથી ચાલતાં વાહનો કાર્બન ઉત્સર્જન સમૂહમાં કરે છે. આથી, આ દાયકાની અંદર ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું અવશ્યંભાવી છે. અનેક કંપનીઓ આગામી 2થી 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલનાં વાહનોનું ઉત્પાદન અટકાવવાની યોજના કરી રહી છે. વિશ્વ બહુ જ ઝડપથી સૂર્ય અને પવન સંસાધનો તરફ જઈ રહ્યું છે.

કારનો ઉપયોગ ઘટાડો: ખાનગી વાહનોને ચલાવવા કરતાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જરૂરી છે. કાર જેમાં ચારથી પાંચ લોકો આવી શકે છે તેમાં માત્ર એક જ જણે મુસાફરી કરીને ઈંધણ વેડફવું ન જોઈએ. તમારે એક જ રસ્તે જવું હોય તો અન્ય કેટલાકને લેતા જવા જોઈએ. મૉટર વાહનોના બદલે ચાલીને કે સાઈકલ પર પણ પરિવહન કરી શકાય છે. જાહેર પરિવહન સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા નીતિઓ ઘડવી જોઈએ.

કાર્યસ્થળની નજીક ઘર રાખો: કાર્યસ્થળથી જેટલું બને તેટલું નજીક નિવાસસ્થાન હોય તે જોવું જોઈએ. જેના કારણે વાહનનો વપરાશ ઘટશે અને પ્રદૂષણ પણ ઘટશે.

પર્યાવરણ અભિમુખ ઘર: ઘર અને કાર્યાલય એવાં બનાવો જે સંપૂર્ણ હવા ઉજાસવાળાં, પર્યાવરણ અભિમુખ હોય અને જેમાં વરસાદના પાણીનો વેડફાટ થતો રોકી શકાય.

પ્લાસ્ટિકથી મુક્તિ: નિષ્ણાંતો કહે છે કે, ફરીથી વાપરો, પુનઃઉપયોગ કરવા માટે સક્ષમ બનાવો (રિસાઇકલ કરો) હાલમાં પ્લાસ્ટિકના કેસમાં તે ચલણમાં છે જ. દિલ્હીમાં ઑડ-ઈવન કાર પ્રણાલિ ચાલે છે, તેમ કેટલાક દેશોની નીતિઓએ ખુલ્લી શેરીઓ મનાવવાનું શરૂ કર્યું છે જેમાં રજાના દિવસોમાં હાઇવે પર થોડા કલાકો માટે વાહનો પર પ્રતિબંધ મૂકાય છે. દેશના થોડાંક રાજ્યોમાં આને ધીમેધીમે દાખલ કરાઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રોનું મિશન...
સંયુક્ત રાષ્ટ્ર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વર્ષ 2030 સુધીમાં ઘટાડી 45 ટકાએ લાવવાનું અને વર્ષ 2050 સુધીમાં શૂન્ય કરવાનું ધ્યેય રાખે છે. જેનાથી વૈશ્વિક ઉષ્ણતામાન ઘટશે.

ઉપરની કવાયતના હિસ્સા ધારકો:
દેશો- 192
શહેર- 10 હજાર 455
કંપનીઓ- 3 હજાર 676
મૂડીરોકાણકારો- 1 હજાર136
સંગઠનો- 1 હજાર 323

Intro:Body:

mangal

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.