આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા લોન્ચપેડ પરથી 27 નવેમ્બરની સવારે 09:28 કલાકે ભારતના પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV-C47)થી ફક્ત 27 મિનિટમાં 14 સેટેલાઈટ લોન્ચ કર્યા. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ISRO) તેના PSLV-XL વેરિયન્ટથી 14 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. જેમાં મુખ્ય ભારતનો 1,625 કિલોગ્રામનો કાટોસેટ-3 અને બાકીના 13 સેટેલાઈટ અમેરિકાના નેનો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. અમેરિકા આ સહયારા લોન્ચ માટે ઇસરોની નવી સંસ્થા 'ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ'ને આર્થિક ચૂકવણું પણ કરશે.
PSLV રોકેટ કાટોસેટ -3 ઉપગ્રહના પાંચ વર્ષ માટે 17 મિનિટમાં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. ISROએ આપેલી માહિતી મુજબ, કાટોસેટ-3 એ ત્રીજી પેઢીનો આધુનિક સેટેલાઈટ છે. જે હાઈ રીઝોલ્યુશન ઇમેજિંગની કાર્ય ક્ષમતા ધરાવે છે. આ સેટેલાઈટ શહેરી આયોજન, ગ્રામીણ સંસાધનો અને માળખાકીય સુવિધાઓ, દરિયાકાંઠાની જમીન વપરાશ અને અન્ય જરૂરિયાતો માટે ફોટોગ્રાફ્સ લેવા માટે સક્ષમ છે.
ભારતીય ઉપગ્રહ સ્થાપિત કર્યાના એક મિનિટ પછી, તે પહેલા 13 અમેરિકન નેનો સેટેલાઈટને તેની ભ્રમણ કક્ષામાં મુકવામાં આવ્યા હતા. PSLV રોકેટના ટેક ઓફ પછી 26 મિનિટ અને 50 સેકન્ડ બાદ, છેલ્લો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો.