ETV Bharat / bharat

ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમ સુરક્ષિત, સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ: ISRO - વિક્રમ લેન્ડર

બેંગલૂરુ: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઈસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જો કે, વિક્રમ લેન્ડર તેના નક્કી કરેલી જગ્યા કરતાં 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે, પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ જાય તો તે ફરીથી કામ કરવાનું ચાલુ કરી શકે છે. મળતી માહિતી મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે જે પડ્યા પછી પણ પોતાની જાતને બેઠું કરી શકે છે. પરંતુ તે માટે જરૂરી છે તેની કોમ્યુનિકેશન સિસ્ટમનું સંપર્કમાં આવવું અને તેનાથી ઈસરોના કમાન્ડ રિસિવ થઈ શકે. છેલ્લા સમાચાર પ્રમાણે ઇસરોએ જણાવ્યું કે, તેના લેન્ડિંગ બાદ તેમાં હજુ કોઇ ડેમેજ થયું નથી તેથી સંપર્ક થઇ શકે તેમ છે. સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે.

file photo
author img

By

Published : Sep 9, 2019, 4:16 PM IST

ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે સોમવારે કહ્યું, ઓર્બિટરની તસવીરો પરથી જણાય છે કે, લેન્ડર આખુ વન પીસમાં અકબંધ છે અને તેના ટૂકડાં નથી થયાં. આથી તેને કોઇ નુકશાન નથી થયું. તે માત્ર થોડી ત્રાંસી સ્થિતિમાં પડ્યું છે. ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે, વિક્રમ લેન્ડર પૂર્વ નિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે, તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'

વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કોમ્પ્યૂટર છે. તે જાતે જ ઘણાં કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટિના દબાઈ ગયું છે. જેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. અત્યારે પણ ઈસરો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોઈ પણ રીતે તે એન્ટિના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી બેઠી કરવાના કમાન્ડ આપી શકાય.

ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરમાં નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગે છે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરાવનું હતું. આ સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ થ્રસ્ટર્સ લાગે છે. જે અંતરિક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવે છે. આ થ્રસ્ટર્સ અત્યારે પણ સુરક્ષીત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાઈ ગયું છે, તે જ ભાગમાં થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રેસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રેસ્ટર્સ ઓન થવાથી વિક્રમ ફરી બેઠું થઈ શકે છે.

વિક્રમ લેન્ડર પોતાના નિર્ધારિત સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી પર પડ્યું છે, પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ શકે તો તે ફરીથી પોતાના ચાર પગ પર ઊભું થઈ શકે છે. ઈસરોના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે કે, તે પડ્યા બાદ પણ પોતાની જાતે ઊભું થઈ શકે છે. પરંતુ તેના માટે જરૂરી એ છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે સંપર્ક થઈ શકે અને તેના કમાન્ડ રિસિવ થઈ શકે. જો કે આ કામના સફળ થવાની આશા તો માત્ર એક ટકો છે પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓછામા ઓછો એક ટકો પરંતુ આશા તો છે.

ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર લેન્ડર વિક્રમ સાથે ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે તે રસ્તો ભટકીને પોતાના નિર્ધારિતા સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી સાથે ટકરાઈ ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન-2ના ઓર્બિટરે રવિવારે લેન્ડર વિક્રમની થર્મલ ઇમેજ ઇસરોને મોકલી હતી. તેની સાથે જ ઇસરોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. વિક્રમથી સંપર્ક સાધવા માટે ઇસરો પાસે હવે માત્ર 12 દિવસ બાકી છે.

જેમ-જેમ સમય પસાર થશે, લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવો વધુ મુશ્કેલ થઈ જશે. જો વહેલી તકે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરી લેવામાં આવશે તો તેમાં હજુ પણ એનર્જી જનરેટ કરી શકાય છે. કારણ કે, તેમાં સોલર પેનલ લાગેલી છે. જો સૂરજનો પ્રકાશ વિક્રમ પર પડી રહ્યો હશે તો તેની સોલર પેનલ દ્વારા બેટરી રિચાર્જ થઈ જશે. પરંતુ, આ બધું વહેલી તકે કરવું પડશે. નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે.

આ અગાઉ ઈસરો ચીફ કે.સિવને કહ્યું કે લેન્ડર વિક્રમ મળી આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે ઓર્બિટરની ઉંમર એક વર્ષ નહીં પરંતુ સાડા 7 વર્ષથી વધુ છે. પહેલા કહેવાયું હતું કે એક વર્ષની છે. તેનું કારણ એ છે કે તેની પાસે ઘણું ફ્યુલ વધેલુ છે. ઓર્બિટર પર લાગેલા ઉપકરણો દ્વારા લેન્ડર વિક્રમની ભાળ મળી જાય તેવી શક્યતા વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.