શનિવારે રાત્રે આશરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે લેન્ડર 'વિક્રમ' ચંદ્ર ઉપર ઉતરશે. ત્યાર પછી શનિવારે સવારે સાડા પાંચ વાગ્યા પછી લેન્ડર 'વિક્રમ'માંથી રોવર ' પ્રજ્ઞાન' બહાર નીકળશે. ઈસરોએ કહ્યું કે, મશીનમાં ત્રણ કેમેરા લગાવેલા છે.
જેના નામ લેન્ડર પોઝીશન ડિટેક્શન કેમેરા, લેન્ડર હોરિઝોન્ટલ વિલોસિટી કેમેરા અને લેન્ડર હેજાર્ડસ ડિટેક્શન એન્ડ અવોયડંસ કેમેરાનો સમાવેશ થાય છે. એક બાજુ KA-BAND ALTIMETER-1 બીજી બાજુએ LASA એટલે કે લેઅલ અલ્ટીમીટર લગાવાયુ છે. આ એક રિમોટ સેન્સર છે. જેનાથી ઉપકરણી ગતિ ઉપર નિયત્રંણ મુકી શકાય છે.
ઉપરોક્ત કેમેરાની મદદથી ચંદ્રયાન તેને અનુરુપ જમીનને શોધી સરળતાથી અવતરણ કરી શકશે. આ દરમિયાન કોઈ નુકશાન ન પહોંચે તે માટે વૈજ્ઞાનિકોએ સોફ્ટ લેન્ડીંગની તૈયારીઓ કરી છે.