ETV Bharat / bharat

શું તમારી ઓનલાઈન પ્રાઈવસી સુરક્ષિત છે ? - internet service provider

તમે જયારે ઓનલાઇન હોવ છો ત્યારે કંઈપણ ખાનગી હોતું નથી. પ્રાઈવસી લગભગ સમાપ્ત થઈ જાય છે. તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇન્ટરનેટ પર હોય છે. જેને કોઈ પણ સરળતાથી ટ્રેક કરી શકે છે. વ્યક્તિગત ડેટા પર કોઈ નિયંત્રણ રહેતો નથી. જ્યારે ગોપનીયતા સાથે ચેડા કરવામાં આવે છે, ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા શરમજનક માહિતી સાર્વજનિક થઈ શકે છે.

is-online-privacy-a-myth
શું તમારી ઓનલાઈન પ્રાઈવસી સુરક્ષિત છે
author img

By

Published : Aug 21, 2020, 9:26 PM IST

દિલ્હી: શું તમે ક્યારેય અનુભવ્યું છે કે, જ્યારે તમે ફોન પર કોઈ પ્રોડક્ટ, સર્વિસ અથવા અન્ય વસ્તુ વિશે વાત કરી હોય અથવા સર્ચ કર્યું હોય અને તે પછી તમે તે જાહેરાત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અથવા સર્ચ એન્જીન સાઈટ પર તે પ્રોડક્ટની માહિતી જોવા મળે તો તે સંયોગ નથી.

પ્રાઈવસીમાં બે પ્રકારની માહિતી છે. પ્રથમનો અર્થ વ્યક્તિગત રીતે ઓળખવા માટેની માહિતી (પીઆઈઆઈ) અને બીજો બિન-વ્યક્તિગત રૂપે ઓળખવા માટેની માહિતી (નોન-પીઆઈઆઈ). પીઆઈઆઈ એ માહિતીનો સંદર્ભ આપે છે કે, જેનો ઉપયોગ વ્યક્તિને ઓળખવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યા વિના ઉંમર અને ઘરના સરનામા દ્વારા ઓળખી શકાય છે. નોન-પીઆઈઆઈ એ એવી માહિતી છે, જેનો ઉપયોગ વ્યક્તિને ટ્રેસ કરવા અથવા ઓળખવા માટે થઈ શકતો નથી. તેથી તે મૂળભૂત રીતે પીઆઈઆઈની વિપરીત છે.

માહિતી સાર્વજનિક થાય છે

લોકો તેમની સંપૂર્ણ માહિતી નેટવર્ક સાઇટ પર અપલોડ કરે છે. ઉદાહરણ તરીકે રજાના ફોટો આલ્બમ્સ, નવું મકાન વગેરે. આપણને લાગતું હોય છે કે, આપણા દ્વારા ઓનલાઇન અપલોડ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ વાસ્તવિકતામાં તે નથી. તમે સોશિયલ સાઇટ્સ પર કોઈ વ્યક્તિગત માહિતી અથવા કોઈપણ પ્રકારની ખરીદી અને વેચાણની માહિતી મૂકો છો તો તે માહિતી સાર્વજનિક થઈ જાય છે.

કર્નલ ઇન્દ્રજીત ભારપૂર્વક કહે છે કે, તમે જેટલી માહિતી ઓનલાઇન આપશો તેટલી વ્યક્તિગત માહિતી સાર્વજનિક થઈ શકે છે. તમે ઇન્ટરનેટ પર જે કરો છો તે બધું રેકોર્ડ કરવામાં આવે છે. તમારા મેસેજ, તમારા કૉલ, વીડિયો ચેટ, તમારો બ્રાઉઝિંગ હિસ્ટ્રી, તમારી બેંક વિગતો વગેરે.

તમે જયારે ઓનલાઇન હોવ છો ત્યારે કંઈપણ ખાનગી હોતું નથી. પ્રાઈવસી લગભગ સમાપ્ત થઈ જાય છે. તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇન્ટરનેટ પર હોય છે. જેને કોઈ પણ સરળતાથી ટ્રેક કરી શકે છે. વ્યક્તિગત ડેટા પર કોઈ નિયંત્રણ રહેતો નથી. જ્યારે ગોપનીયતા સાથે ચેડા કરવામાં આવે છે, ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા શરમજનક માહિતી સાર્વજનિક થઈ શકે

શું તમારી ઓનલાઈન પ્રાઈવસી સુરક્ષિત છે
શું તમારી ઓનલાઈન પ્રાઈવસી સુરક્ષિત છે

તમારો ઇન્ટરનેટ સેવા પ્રદાતા (ISP) - જે તમારું ઇન્ટરનેટ કનેક્શન સપ્લાય કરે છે, તે કંપનીને માત્ર તે જ ખબર નથી કે, તમે કઈ વેબ સાઇટ્સને સર્ચ કરો છો, પરંતુ તમે કોને ઇમેઇલ કર્યો હતો અને કોણે તમને ઇમેઇલ કર્યો એ બધી માહિતી હોય છે. આ માહિતી સરકાર સાથે શેર કરી શકાય છે, જેનો દુરૂપયોગ પણ થઈ શકે છે. તમે બ્રાઉઝર પર શું કરો છો, તમે કયા ડેટા એકત્રિત કરો છો, તમે શું શોધી રહ્યા છો, તમે કેવા પ્રકારનાં વ્યક્તિ છો વગેરે વગેરે. મોટી કંપનીઓ આવી માહિતી એકત્રિત કરે છે અને તમારી સમક્ષ પરોક્ષ રીતે બિઝનેસ કરે છે.

તેઓ તમારા બધા વ્યક્તિગત ડેટાને માર્કેટિંગ કંપનીઓને વેચી શકે છે. તેઓ તમારી વ્યક્તિગત માહિતીને અન્ય પક્ષો સાથે શેર કરી શકે છે અને તેમની બધી હાલની અથવા ભાવિ સેવાઓ માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે. શું તમે જાણો છો કે, મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ અન્ય લોકોને બતાવવામાં આવતી જાહેરાતોમાં તમારી ઓળખનો ઉપયોગ કરી શકે છે અને તમારી માહિતીને કોઈ લાઇસન્સના સ્વરૂપમાં થર્ડ પાર્ટીને આપી શકે છે ? તમે નોંધણી પરના નિયમો અને શરતો વાંચી ન હોય તો પણ આ સેવાઓ તમારી વ્યક્તિગત માહિતીનો દુરૂપયોગ કરી શકે છે. પછી ભલે તમે સંમત ના પણ થાઓ. પરંતુ મોટાભાગની કંપનીઓ સ્પષ્ટપણે તેમની શરતોમાં જણાવે છે કે, તમે સંમત થાઓ છો કે તેઓ તમારો ડેટા વેચવાના અથવા તેનો ઉપયોગ બીજી કોઈ રીતે કરવા માટે હકદાર છે.

જ્યારે તમે વેબિનાર, અખબારો અને અન્ય માર્કેટિંગ સામગ્રી માટે સાઇન અપ કરો છો, ત્યારે તેઓ તમારા વિશેની માહિતી એકઠી કરે છે. આમાં નામ, ઇમેઇલ સરનામું, કંપનીનું નામ અને તકનીકી રૂચિ જેવી સંભવત અન્ય માહિતી જેવી વ્યક્તિગત વિગતો સામેલ હોય છે. જ્યારે તમે તમારું નેટ યૂઝ કરવા માંગતા નથી અને સાર્વજનિક નેટનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે તમારું ડિવાઈસ એ નેટવર્ક માટે ખોલો છો જે અન્ય લોકો વાપરી રહ્યાં છે. હેકર સાર્વજનિક વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકે છે. તમારા હોમ રાઉટરનો પાસવર્ડ કેટલો પણ જટિલ કેમ ન હોય, તે છતાં પણ તે સુરક્ષિત ન કહી શકાય.

કઈ રીતે રહેશો સુરક્ષિત

  • તમારા બ્રાઉઝરને સુરક્ષિત રાખો. કુકીઝ બ્લોક કરો.
  • સ્માર્ટફોન, ટેબલેટ, કોમ્પ્યુટર બધું જ પાસવર્ડથી પ્રોટેક્ટ રાખો.
  • સુરક્ષિત વાઈ-ફાઈનો ઉપયોગ કરો. સાર્વજનિક વાઈ-ફાઈમાં વ્યક્તિગત જાણકારી આપવી નહીં.
  • સુરક્ષિત એપ્સ અને ગેમનો ઉપયોગ કરો જેના પર તમને ભરોસો છે.
  • સોશિયલ મીડિયામાં તમારી માહિતી બધાને શેર કરવી નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.